Loading...

ઈરાને સાઉદીની રિફાઇનરી 'અરામકો' પર હુમલો કર્યો:આ દુનિયાની સૌથી મોટી તેલ કંપની; ઇઝરાયલ-કતાર અને બહેરીન પર બોમ્બમારો શરૂ

ઇઝરાયલ-અમેરિકા અને ઇરાન યુદ્ધનો આજે ત્રીજો દિવસ છે. આ દરમિયાન ઇરાને સાઉદી અરેબિયાની મોટી તેલ રિફાઇનરી રાસ તનૂરા પર હુમલો કર્યો છે. આ રિફાઇનરી સાઉદીની સરકારી તેલ કંપની સાઉદી અરામકોની છે.

તેની ક્ષમતા લગભગ 5.5 થી 6 લાખ બેરલ પ્રતિદિનની આસપાસ માનવામાં આવે છે. ઓઇલ એક્સપોર્ટ ટર્મિનલ રાસ તનૂરા વિશ્વના સૌથી મોટા ઓફશોર ઓઇલ લોડિંગ ટર્મિનલોમાંનું એક છે. અહીંથી મોટા તેલ ટેન્કરોમાં ક્રૂડ ઓઇલ ભરીને અમેરિકા, એશિયા અને યુરોપ સહિત ઘણા દેશોને મોકલવામાં આવે છે.

બીજી તરફ, ઇરાનના ટોચના રાષ્ટ્રીય સુરક્ષા અધિકારી અલી લારીજાનીએ સોમવારે જણાવ્યું હતું કે ઇરાન અમેરિકા સાથે કોઈ વાતચીત કરશે નહીં. આ નિવેદન એવા અહેવાલોના જવાબમાં આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે ઇરાને અમેરિકા સાથે ફરીથી વાતચીત શરૂ કરવાનો પ્રયાસ કર્યો છે.

ઇરાને આજે ઇઝરાયલ ઉપરાંત કતાર, બહેરીન અને સંયુક્ત આરબ અમીરાતમાં હુમલા ફરી શરૂ કર્યા છે. બીજી તરફ, આ યુદ્ધમાં હવે લેબનોનનું ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહ પણ સામેલ થઈ ગયું છે.

ઈરાનમાં 200ના મોત, 740 ઘાયલ

ઇઝરાયલ અને અમેરિકાએ ઇરાનની રાજધાની તેહરાન સહિત 10 મોટા શહેરોને નિશાન બનાવ્યા છે. જેમાં અત્યાર સુધીમાં 200 થી વધુ લોકોના મોત થયા છે, જ્યારે 740 થી વધુ લોકો ઘાયલ થયા છે. એક શાળા પર મિસાઈલ પડવાથી 180 વિદ્યાર્થીનીઓના મોત થયા છે અને 45 ઘાયલ છે.

ખામેનીનાં ઓફિસ ઉપર હુમલો થયો એ પહેલાંની અને પછીની તસવીર

Image Gallery