Patan News : ઉત્તર ગુજરાતના 2 જિલ્લાના ખેડૂતોને નર્મદાનું પાણી આપવાનું થશે બંધ, કેનાલ સાફ કરવા નર્મદા નિગમનો કડક નિર્ણય
ઉત્તર ગુજરાતના ખેડૂતોને નર્મદાના પાણીને લઈ ફટકો પડયો છે અને નર્મદાનું પાણી આપવાનું થશે બંધ જેમાં ઉત્તર ગુજરાતના ખેડૂતોને મોટો ફટકો ઉનાળું પાકને લઈ પડયો છે અને 15 માર્ચથી નર્મદાનું પાણી આપવાનું થશે બંધ અને પાટણ અને બનાસકાંઠામાં સિંચાઈ અટકાવાશે કેમકે જેટલી પણ કેનાલો છે તેને સાફ કરવામાં આવશે.
કેનાલ સાફ કરવા નિગમનો કડક નિર્ણય
ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે મોટો નિર્ણય નર્મદા નિગમનો સામે આવ્યો છે જેમાં કેનાલની સફાઈ માટે સિંચાઈનું પાણી બનાસકાંઠા અને પાટણના ખેડૂતોને નહી આપવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે, તો કેનાલમાં જે ખેડૂતોએ બિનઅધિકૃત મશીનો લગાવ્યા છે તેને હટાવવા માટે સૂચના આપવામાં આવી છે, નિયમ ભંગ કરનારના પંપ જપ્ત થશે અને રાધનપુર નર્મદા વિભાગે પત્ર જાહેર કર્યો છે.
ઉનાળું પાકને લઈ ખેડૂતોને થશે નુકસાન !
તો બીજી તરફ નર્મદા નિગમે આ બાબતને લઈ પરિપત્ર કર્યો છે જેને લઈ ખેડૂતોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે, ખેડૂતોનો આક્ષેપ છે કે, ઉનાળું પાકને લઈ તૈયારીઓ ચાલે છે ત્યારે જ પાણી નહી આપો તો સિંચાઈ અને પાક કઈ રીતે કરી શકીશું, તો નર્મદા નિગમ દ્વારા કોઈ અન્ય વ્યવસ્થા પણ સિંચાઈ માટે કરી આપવામાં આવી નથી તેવી વાત સામે આવી છે.
Live