Heatwave : ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત, 45.5 ડિગ્રી સાથે ડીસા સૌથી ગરમ શહેર
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. રાજ્યમાં 45.5 ડિગ્રી સાથે ડીસા સૌથી ગરમ શહેર રહ્યું હતું. ડીસાના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતા 4.7 ડિગ્રીનો વધારો થયો હતો. છેલ્લા આઠ વર્ષમાં ડીસામાં મે મહિનામાં નોંધાયેલું આ સૌથી વધુ તાપમાન છે.
બુધવારે સાત શહેરમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. અમદાવાદમાં 42.2 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું. આગામી 3 દિવસ અમદાવાદનું તાપમાન
42 ડિગ્રીની આસપાસ જ રહેવાની શક્યતા છે. તો સુરેન્દ્રનગરમાં 43.3,ગાંધીનગરમાં 43 ડિગ્રી, અમરેલીમાં 42.9, રાજકોટમાં 42.2 ડિગ્રી, વડોદરામાં 42 ડિગ્રી, ભુજમાં 40.4 ડિગ્રી, ભાવનગરમાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
દેશના અનેક રાજ્યોમાં ગરમીએ રેકોર્ડ તોડ્યા છે. ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારો કાળઝાળ ગરમીના કારણે અગનભઠ્ઠીમાં ફેરવાયા હતા. જેમાં બાંદામાં તો ગરમીનો પારો 48 ડિગ્રીએ પહોંચી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. યૂપીના 75માંથી 22 જિલ્લામાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું
પંજાબ અને હરિયાણામાં પણ ઉત્તર પ્રદેશ જેવી જ સ્થિતિ જોવા મળી હતી. પંજાબના ફરિદકોટમાં 47.3 ડિગ્રી જ્યારે હરિયાણાના રોહતકમાં 46. 9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
મહારાષ્ટ્રના વિદર્ભના મોટાભાગના વિસ્તારોમાં પણ હીટવેવની સ્થિતિ છે. જ્યારે અમરાવતીમાં તાપમાન 46.8 ડિગ્રી નોંધાયું. દિલ્લીમાં પણ ભીષણ ગરમીને લઈ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે
Live