Pure Ghee Test: શું તમે પણ ખાઈ રહ્યા છો ભેળસેળ વાળું નકલી ઘી? આ રીતે ઘરે બેઠા તપાસો એની શુદ્ધતા
ઘી ભારતીય રસોડાનું મહત્ત્વપૂર્ણ ઘટક છે અને આરોગ્ય માટે પણ ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. પરંતુ આજકાલ બજારમાં મળતા ઘણા ઘીમાં ભેળસેળ (adulteration) વધી ગઈ છે, જેના કારણે ઘીની ગુણવત્તા અને આરોગ્ય બંને પર અસર પડે છે. આવી સ્થિતિમાં, ઘર પર જ કેટલાક સરળ ઉપાયોથી શુદ્ધ અને ભેળસેળવાળું ઘી ઓળખવું જરૂરી છે. તો ચાલો જાણીએ એવા કેટલાક ઘરગથ્થુ ઉપાય જેના દ્વારા તમે ઘરે બેઠા આ ચકાસી શકો છો.
- સુગંધ અને સ્વાદથી ઓળખો: શુદ્ધ ઘીની સુગંધ ખૂબ જ કુદરતી અને ખાસ હોય છે. જ્યારે તમે અસલી ઘી ગરમ કરો છો, ત્યારે તેમાં મીઠી અને સુગંધિત મહેક આવે છે. ત્યારે ભેળસેળવાળા ઘીની સુગંધ ઓછી કે અજાણી હોય છે. સ્વાદ પણ સાચો લાગતો નથી.
- ગરમ કરતાં અસર જુઓ: એક ચમચી ઘી ગરમ કરો. જો તે તરત પીગળી જાય, રંગ સુવર્ણ દેખાય અને ખાસ સુગંધ આવે તો આ અસલી ઘી છે. અને જેને પીગળતા વાર લાગે, રંગ પણ કંઈ અલગ દેખાય અને બળી જવાની સ્મેલ આવે, તો આ નકલી ઘી હોઈ શકે છે.
- ફ્રિજ ટેસ્ટ: ઘીને 1–2 કલાક માટે ફ્રિજમાં મૂકો. એકદમ સરખી રીતે જામશે, તો એ શુદ્ધ ઘી છે. અને એમાં ઉપર-નીચે કે અંદર પડ દેખાય, તો એ ઘી નકલી હોઈ શકે છે.
- હથેળી પર ઘી રગડો: થોડું ઘી હાથની હથેળી પર લો અને રગડો. જો એ તરત પીગળી જાય અને સ્ટ્રોંગ સ્મેલ આવે તો એ અસલી ઘી છે. અને જો પીગળતા વાર લાગે અને ચીકાશ દેખાય તો એ મિલાવટવાળું ઘી હોઈ શકે છે.
- નમક અથવા આયોડિન ટેસ્ટ (સ્ટાર્ચ તપાસ): એક ચમચી ઘીમાં થોડું પાણી અને પછી 1–2 બૂંદ આયોડિન (ટિન્ચર) નાખો. જો ઘીનો રંગ લીલો થઈ જાય, તો તેમાં સ્ટાર્ચની મિલાવટ હોઈ શકે છે. રંગ ન બદલાય તો ઘી શુદ્ધ માનવું.
- પીગળવાની ઝડપ: શુદ્ધ ઘી સામાન્ય તાપમાને ઝડપથી પીગળી જાય છે, ખાસ કરીને ઉનાળામાં. જો ઘી ખૂબ જ કઠણ રહે છે, તો તેમાં મિલાવટની શક્યતા હોઈ શકે છે. હંમેશા વિશ્વસનીય બ્રાન્ડ અથવા ઘરનું બનાવેલું ઘી જ લો. ખૂબ સસ્તું ઘી લેવાનું ટાળો. પેકિંગ અને ગુણવત્તા માર્ક (FSSAI) ચકાસો. શુદ્ધ ઘી ઓળખવું મુશ્કેલ નથી, માત્ર થોડી જાગૃતિ જરૂરી છે.
Live