રસોડાની આ 2 વસ્તુઓ પરસેવાની ગંધને કરશે દૂર!
બેકિંગ સોડા ફક્ત રસોઈ માટે જ નહીં પણ કપડા સાફ કરવા માટે પણ ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. તે પરસેવાના ગંધને દૂર કરવામાં મદદ કરી શકે છે. બેકિંગ સોડા કપડાંમાંથી ગંદકી દૂર કરી શકે છે. બેકિંગ સોડા સફેદ કપડાં પરના હળવા પીળા ડાઘ અને પરસેવાના ડાઘને પણ ઘટાડી શકે છે.
વિનેગર પણ કપડામાંથી ગંધને દૂર કરવા માટે મદદરૂપ થઈ શકે છે. વિનેગરના કારણે કપડા સોફ્ટ અને ફ્રેશ લાગે છે. જો કપડાંમાંથી ગંધ આવતી હોય અથવા પરસેવો સતત ચાલુ રહે તો સફેદ વિનેગર ઉપયોગી થઈ શકે છે. ક્યારેય ડીટરજન્ટમાં વિનેગર ઉમેરવાની ભૂલ ન કરવી. આ બંન્નેનું મિશ્રણ કપડાના કલરને ઘટાડી શકે છે.
બેકિંગ સોડા અને વિનેગર ફક્ત કપડાં સાફ કરવામાં જ નહીં પરંતુ વોશિંગ મશીનને પણ ક્લિન કરવામાં મદદ કરી શકે છે. જો તમે મહિનામાં 1થી 2 વાર ખાલી મશીનમાં ગરમ પાણી સાથે થોડો બેકિંગ સોડા અને વિનેગર નાખશો તો મશીનની અંદર જમા થયેલી ગંદકી અને ગંધ ઓછી થવા લાગશે.
Live