વર્ચ્યુઅલ મીટિંગ કે ગેમિંગ વચ્ચે જ ફ્રીઝ થઈ જાય છે લેપટોપ ? જાણી લો સ્લો પરફોર્મન્સ પાછળના મુખ્ય કારણો
ચાર્જિંગની ખોટી આદતો: લેપટોપને ચોવીસ કલાક ચાર્જિંગમાં પ્લગ કરી રાખવું, બેટરી આખી ઝીરો ટકા થઈ જાય ત્યાં સુધી વાપરવી અથવા લોકલ ચાર્જરનો ઉપયોગ કરવો બેટરી લાઈફને ઝડપથી ઘટાડે છે. ઓવરચાર્જિંગથી લેપટોપમાં ગરમી પેદા થાય છે જે CPU અને GPU ની સ્પીડ ધીમી પાડે છે. ઉપાય: બેટરીને હંમેશા 20 થી 80 ટકાની વચ્ચે જ ચાર્જ રાખો અને માત્ર ઓરિજિનલ ચાર્જરનો જ ઉપયોગ કરો.
સ્ટોરેજ ડ્રાઈવ ફૂલ થઈ જવી: જો લેપટોપની મેમરી આખી ભરાઈ જાય તો તેની સ્પીડ પર સીધી અસર થાય છે. ખાસ કરીને SSD (સોલિડ સ્ટેટ ડ્રાઈવ) ને ઝડપી રીડ અને રાઈટ સ્પીડ જાળવી રાખવા માટે તેના કુલ સ્ટોરેજના 10 થી 20 ટકા ભાગ ખાલી રાખવો જરૂરી હોય છે. જૂની HDD (હાર્ડ ડિસ્ક) માં આ સમસ્યા નથી નડતી, પરંતુ તે ખૂબ ધીમી હોય છે. ઉપાય: નકામી મોટી ફાઈલો કે વીડિયો ડીલીટ કરો, ડિસ્ક ક્લીનઅપ રન કરો અને જો શક્ય હોય તો HDD ના બદલે SSD ડ્રાઈવ લગાવો. તેનાથી બૂટિંગ ટાઈમ અને ફાઈલ ટ્રાન્સફર ખૂબ ફાસ્ટ થઈ જશે.