વૈભવ સૂર્યવંશીનો આજથી નવો અધ્યાય શરૂ, શ્રીલંકા સામે મચાવશે બેટથી ધમાલ!
IPLમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી બોલરોમાં ખળભળાટ મચાવનાર વૈભવ સૂર્યવંશી હવે કારકિર્દીના નવા તબક્કે પહોંચી રહ્યો છે. તેને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ પ્રવાસ ઉપરાંત એશિયન ગેમ્સ માટે પણ ભારતીય T20 ટીમમાં સ્થાન મળ્યું છે. આયર્લેન્ડ જવા પહેલા વૈભવ હાલમાં શ્રીલંકામાં છે. જ્યાં તે ઈન્ડિયા-એ માટે ટ્રાઇ સિરીઝ રમશે. આ ટૂર્નામેન્ટમાં શ્રીલંકા-એ અને અફઘાનિસ્તાન-એની ટીમો પણ ભાગ લઈ રહી છે. ઈન્ડિયા-એની પ્રથમ મેચ આજે 9 જૂને શ્રીલંકા-એ સામે રમાશે. ભારતીય સમય મુજબ સવારે 10 વાગ્યે શરૂ થનારી આ મેચમાં સૌની નજર વૈભવ સૂર્યવંશી પર રહેશે.
T20 પછી હવે 50 ઓવરની કસોટી
IPLમાં આક્રમક બેટિંગ કરીને રાતોરાત સ્ટાર બનેલા વૈભવ માટે હવે 50 ઓવરના ક્રિકેટની મોટી કસોટી છે. T20માં આક્રમક બેટિંગથી દુનિયાને પ્રભાવિત કરનાર આ યુવા ખેલાડીએ હવે સાબિત કરવાનું રહેશે કે તે માત્ર મોટા શોટ્સ મારનાર બેટ્સમેન જ નહીં પરંતુ લાંબા સમય માટે પણ ક્રિઝ પર રહી શકે છે.
Live