માર્ક ઝુકરબર્ગ અને મુકેશ અંબાણીની મોટી ડીલ! ભારતમાં ખુલશે Metaનું પહેલું ડેટા સેન્ટર
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપની પેરેન્ટ કંપની મેટા, ભારતમાં ચેન્નાઈમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના કેમ્પસમાં તેનું પહેલું ડેટા સેન્ટર સ્થાપી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર મેટાના સ્થાપક માર્ક ઝુકરબર્ગે માર્ચમાં જામનગરમાં અનંત અંબાણીના લગ્ન પહેલાના કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યારે તેમણે રિલાયન્સ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
આ ડેટા સેન્ટર મેટાને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવી તેની એપ્સ પર સ્થાનિક રીતે યુઝર-જનરેટેડ કન્ટેન્ટ પ્રોસેસ કરવામાં મદદ કરશે. જો કે આ ડીલ અંગે હજુ સુધી કોઈ ઓફિશિયલ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.