મમતા બેનર્જીને મોટો ઝટકો, ED એ 440 કરોડ ધરાવતા TMCના 3 બેંક ખાતા ફ્રીઝ કર્યા
પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યપ્રધાન મમતા બેનર્જીને મોટો આર્થિક અને રાજકીય ફટકો પડ્યો છે, ED એ TMC સાથે સંકળાયેલા ત્રણ બેંકના ખાતા ફ્રીઝ કર્યા છે. ફ્રિઝ કરાયેલા બેંક ખાતામાં સામૂહિક રીતે રૂ. 440 કરોડ જમા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ED એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ આ કાર્યવાહી કરી હોવાનું કહેવાય છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એજન્સીએ કોલકાતામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેથી પાર્ટીના ખાતાઓ અને ચાર્ટર્ડ એરક્રાફ્ટ સંબંધિત ખર્ચાઓ સાથે સંકળાયેલા શંકાસ્પદ વ્યવહારોની તપાસ કરી શકાય.
ED એ ગઈકાલે કોલકાતામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. જેમાં TMC બેંક ખાતાઓમાંથી ‘એમ્બ્રેર’ વિમાન અને ‘અગસ્તા વેસ્ટલેન્ડ’ હેલિકોપ્ટર ખરીદવા માટે ભંડોળના કથિત ડાયવર્ઝનના સંબંધમાં દરોડા પાડ્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓએ જણાવ્યું હતું કે કોલકાતામાં આશરે પાંચ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ‘કેરવેલ ગ્રુપ ઓફ કંપનીઝ’ના પરિસરનો પણ સમાવેશ થાય છે, જે ‘કેરવેલ એવિએશન’ નામથી ખાનગી જેટ ભાડે આપે છે.