Loading...

બેંગકોકમાં પબમાં લાગી ભીષણ આગ, 27ના મોત,થાઈલેન્ડના વડા પ્રધાને દુઃખ વ્યક્ત કર્યું

બેંગકોકના એક પબમાં આગ લાગી છે. જેમાં અંદાજે 27 લોકોના મૃત્યું થયા છે. ફાયર બ્રિગેડે મહેનત બાદ આગ પર કાબુ મેળવ્યો છે. બચાવ કર્મચારીઓએ જણાવ્યું કે, આગ લાગવાની સુચના અડધી રાતે મળી હતી. સૌથી પહેલા ઘટના સ્થળે પહોંચનારાઓએ ઓનલાઈન શેર કરાયેલા ફૂટેજમાં થાઈ રાજધાનીમાં પબના આગળના દરવાજામાંથી વિશાળ જ્વાળાઓ નીકળતી દેખાઈ હતી અને લોકો બહાર જવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે આકાશમાં ગાઢ કાળો ધુમાડો દેખાતો હતો.

થાઈલેન્ડના પ્રધાનમંત્રી અનુતિન ચર્નવિરાકુલે ઘટનાસ્થળે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, અંદાજે 27 લોકોના મૃત્યું થયા છે અને કેટલાક લોકોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી. તેના વિશે તપાસ ચાલી રહી છે.

ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો

અધિકારીઓએ જણાવ્યું કે, ફાયર બ્રિગેડને આગ પર કાબુ મેળવતા અંદાજે અડધો કલાક થયો હતો. ઘટના બાદના ફોટો અને વીડિયો સામે આવી રહ્યા છે. જેમાં લોકો નાશભાગ કરતા જોવા મળી રહ્યા છે. થાઈલેન્ડમાં પહેલા પણ આવી ઘટના બની ચૂકી છે. વર્ષ 2022માં દેશના પૂર્વી વિસ્તારમાં મ્યુઝિક પબમાં આગ લાગવાના કારણે 14 લોકોના મોત થયા હતા.

થાઇલેન્ડમાં પહેલા પણ આગની ઘટના બની ચૂકી

આગ લાગવાનું કારણ હજુ સુધી નક્કી થયું નથી. જોકે, પોલીસ અને ફોરેન્સિક ટીમો તપાસ કરી રહી છે. થાઇલેન્ડમાં પહેલા પણ આગ લાગવાની ઘટનાઓ બની છે.

Image Gallery