ઘર હો તો એસા ! ચેન્નાઈના સૌથી પોશ વિસ્તારમાં નયનતારા-વિગ્નેશે ખરીદ્યું કરોડોનું ઘર
સાઉથ ઇન્ડિયન સિનેમાની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક નયનતારા માત્ર પોતાની અભિનય કળા માટે જ નહીં પરંતુ પોતાની સાદગી, સ્ટાઇલ અને ક્લાસી વ્યક્તિત્વ માટે પણ જાણીતી છે. ‘ચંદ્રમુખી’, ‘બિલ્લા’, ‘આરમ’, ‘કોલમાવુ કોકિલા’, ‘બિગિલ’, ‘જવાન’ જેવી અનેક સુપરહિટ ફિલ્મોમાં અભિનય કર્યું છે. ફિલ્મ નિર્માતા વિગ્નેશ શિવાન સાથે તેના લગ્ન થયા છે.
નયનતારાના નવા ઘરની તસવીરો અને તેની અંદરની સજાવટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આધુનિક ઇન્ટિરિયર, આકર્ષક ડિઝાઇન, મોટી જગ્યા અને શાનદાર ડેકોર લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. ઘણા ચાહકોનું માનવું છે કે આ ઘર નયનતારાના વ્યક્તિત્વને સંપૂર્ણ રીતે પ્રતિબિંબિત કરે છે.