રાજ્યમાં હજુ પડશે વરસાદ? વધુ એક વેસ્ટર્ન્સ ડિસ્ટબર્ન્સ 22 માર્ચે સર્જાશે, જાણો અપડેટ્સ
ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી માવઠાની સ્થિતિ યથાવત રહી હતી. ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.રાજ્યમાં 40 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ગુજરાતના 120 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેના કારણે ખેડૂતોને નુકસાન થયાના અહેવાલ પણ છે. ખાસ કરીને ઘઉંના પાકને નુકસાન થયાના અહેવાલ છે. કેસરી કેરી પણ ભારે પવનના કારણે ખરી જતાં નુકસાનના અહેવાલ છે. જો કે 21 માર્ચ એટલે કે આજથી હવે માવઠું વિરામ લેશે અને પવનનું જોર પણ ધટી જશે.
ઉલ્લેખનિય છે કે, 22 માર્ચથી વધુ એક સિસ્ટમ એક્ટિવ થઇ રહી છે. વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આકાર લઇ રહ્યું છે. જો કે આ વેસ્ટ્રર્ન ડિસ્ટર્બન્સથી જે બે દિવસ માવઠું થયું તેનાથી આવનાર આ સિસ્ટમ નબળી હશે. નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોવાના કારણે આપણે ત્યાં વધુ કમોસમી વરસાદની શક્યતા ઓછી છે. જો કે આ વેસ્ટર્ન ડિસ્ટર્નબન્સની અસરથી કચ્છ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં ફરીથી વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ગુજરાતના આ વિસ્તારમાં 27 માર્ચ સુધી વાદળછાયું વાતાવરણ રહે તેવી શક્યતા છે. આ સિસ્ટમની અસરથી ગુજરાતના કેટલાક જિલ્લામાં છૂટછવાયો હળવો વરસાદ થઇ શકે છે. હવામાન વિભાગના આંકલન મુજબ ભારે વરસાદની શકયતા ઓછું છે.
અંબાલાલ પટેલે શું કહ્યું?
રાજ્યમાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં પલટો આવતા ભારે પવન સાથે કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત સહિતના મોટા ભાગના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો. આ દરમિયાન ગુજરાતમાં મીની વાવાઝોડા જેવી અસર જોવા મળી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર વાવાઝોડાની ચેતવણી આપી છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં 17 મે બાદ વાવાઝડોના ખતરાને લઇને લોકોને માહિતગાર કર્યો છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ "17 મેથી બંગાળના ઉપસાગરમાં હલચલ વધી શકે છે. 20 એપ્રિલથી 8 જૂન સુધી બંગાળનો ઉપસાગર સક્રિય રહેશે.જેના કારણે આ સિસ્ટમ 20 એપ્રિલથી 8મી જૂન સુધી ખતરનાક વાવાઝોડા બની શકે છે. વાવાઝોડાની ગુજરાતમાં ખતરનાક અસર થઈ શકે છે. અરબ સાગરમાં પણ 17 મે બાદ હલચલ વધશે, જેની અસરથી રાજ્યમાં 25 મેથી 4 જુન વચ્ચે કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. 8 જૂનથી અરબસાગરના પવનમાં ફેરફાર થતા 20 જૂન વચ્ચે વાવાઝોડું બનશે. 5 જુલાઈથી 20 જુલાઈ વચ્ચે સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે"
IMD મુજબ, હાલમાં દેશમાં પાંચ હવામાન સિસ્ટમ એક્ટિવ છે. પરિણામે, રાજ્યમાં વરસાદ, તોફાન અને કરા પડયાં છે. હવામાન વિભાગની વધુ એક આગાહીએ ચિંતા વધારી છે. 22 માર્ચ પછી એક નવી સિસ્ટમ સક્રિય થશે. હવામાન વિભાગ અનુસાર, અપર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવામાનમાં ફરી એકવાર પલટો આવશે,. આ સિસ્ટમની અસર, ખાસ કરીને ગુજરાત ઉત્તર મધ્યપ્રદેશ રાજસ્થાન પર અનુભવાઈ શકે છે. આગામી કેટલાક દિવસો સુધી રાજ્યમાં હવામાન આંશિક રીતે અસ્થિર રહેશે. દિવસના તાપમાનમાં વધારો થશે, અને સાંજે વાદળો ઘેરાશે અને ઘૂળ ભરી આંઘી સાથે ગાજવીજ સાથે છૂટછવાયો વરસાદ વરસી શકે છે.
Live