સિદ્ધારમૈયા આજે જ છોડશે CM પદની ખુરશી! ચરણ સ્પર્શ કરીને, ગળે મળીને ડી.કે. શિવકુમારે લીધા સિદ્ધારમૈયાના આશીર્વાદ
કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ગુરુવારે રાજીનામાની જાહેરાત કરી છે. તેમણે બેંગલુરુમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને મંત્રીઓ સાથે નાસ્તાની બેઠક દરમિયાન આ જાહેરાત કરી. તેમણે મંત્રીઓને તેમના નિર્ણયની જાણકારી આપી.જો કે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતા પહેલા, સિદ્ધારમૈયાએ ગુરુવારે બેંગલુરુમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક કરી, જેમાં સીએમ સિદ્ધારમૈયા અને નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમાર એકબીજાને ભેટી પડ્યા હતા.
મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપતા પહેલા, સિદ્ધારમૈયાએ ગુરુવારે બેંગલુરુમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને બધા મંત્રીઓને નાસ્તાની બેઠક માટે બોલાવ્યા. બંને નેતાઓ એકબીજાને ભેટી પડ્યા. સીએમ સિદ્ધારમૈયા અને તેમના નાયબ ડીકે વચ્ચે 30 મિનિટથી વધુ સમય સુધી બંધ બારણે મુલાકાત ચાલી. આ દરમિયાન ડીકેએ સીએમ સિદ્ધારમૈયાના પગ સ્પર્શ્યા.
Live