ફ્રિજમાં દેખાઈ રહ્યા છે વંદા? આ 7 સરળ અને અસરકારક ઉપાયોથી મેળવો છુટકારો!
ગરમીને કારણે વંદો ઘણીવાર રેફ્રિજરેટરની પાછળ અને નીચે છુપાઈ જાય છે. રેફ્રિજરેટરને દિવાલથી થોડું દૂર ખસેડો જેથી તેની પાછળની કોઈપણ ધૂળ, ખોરાકના કણો અને જંતુના અવશેષો સાફ થઈ શકે. દિવાલો, ફ્લોર, પાઇપો અને ઇલેક્ટ્રિક સોકેટની આસપાસ રહેલી તિરાડો અથવા ખાલી જગ્યાઓ તપાસવી. જો ક્યાંય ગેપ દેખાય તો તેને સીલન્ટ અથવા પુટીથી બંધ કરી દેવી.
ખાદ્ય વસ્તુઓ હંમેશા બંધ ડબ્બાઓમાં રાખવી જોઈએ. ફળો, શાકભાજી અથવા બચેલો ખોરાક ખુલ્લો રાખવા નહીં. જો ટાઇલ્સ પર કંઈક પડી જાય તો તેને તરત જ સાફ કરી લેવી જોઈએ. ભરેલી કચરાપેટી વંદાઓને આકર્ષે છે. તેથી રસોડાનો કચરો નિયમિત રીતે બહાર ફેંકો અને ઢાંકણાવાળી ડસ્ટબિનનો ઉપયોગ કરવો જોઈએ. આથી વંદાઓની સંખ્યા વધવાની શક્યતા ઘણી ઓછી થઈ શકે છે.
જો નિયમિત સફાઈ છતાં વંદાઓની સમસ્યા દૂર ન થતી હોય તો પ્રોફેશનલ પેસ્ટ કન્ટ્રોલ સેવાની મદદ લેવી વધુ યોગ્ય રહેશે. સમયસર પગલાં લેવાથી તમારું રસોડું સ્વચ્છ અને સુરક્ષિત રહી શકે છે.
Live