એકથી વધુ લગ્ન કરનારાઓને સરકારી યોજનાઓનો લાભ નહીં મળે, કર્મચારીઓ નોકરીમાંથી થશે ‘બરતરફ’
ભારતમાં વિવિધ સમાજમાં લગ્નને લઈને અલગ-અલગ માન્યતાઓ છે. કેટલાક સમાજમાં બહુપત્નીત્વ (બહુવિવાહ) નિષેધ છે, જ્યારે અન્ય સમાજમાં આ સામાન્ય બાબત છે. હવે આસામ રાજ્યએ એક કરતાં વધુ લગ્ન કરનારાઓના સંબંધમાં એક મોટો નિર્ણય લીધો છે.
આસામના નાણા મંત્રી જયંત મલ્લા બરુઆએ શુક્રવારે વિધાનસભામાં નાણાકીય વર્ષ 2026-27નું રાજ્યનું બજેટ રજૂ કર્યું. આ બજેટમાં રોજગાર નિર્માણ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, સ્વાસ્થ્ય, શિક્ષણ અને સામાજિક કલ્યાણ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. રાજ્ય સરકારે બજેટમાં એક પ્રસ્તાવ મૂક્યો છે.