Loading...

રીલીઝ થઈ રહ્યું છે ₹ 4,000 કરોડની ફિલ્મનું ટ્રેલર, 4 મિનિટ 15 સેકન્ડમાં દેખાશે શ્રીરામથી લઈને રાવણ સુધી

રણબીર કપૂર, યશ, સાઈ પલ્લવી અને સની દેઓલની ફિલ્મ ‘રામાયણ પાર્ટ 1’ ના ટ્રેલરને લઈને સતત ચર્ચા ચાલી રહી છે. મેકર્સ સતત ટ્રેલરને લઈને અપડેટ આપી રહ્યા છે. વિતેલા દિવસોમાં ‘રામાયણ’ નું ટ્રેલર રિલીઝ પણ થવાનું હતું પરંતુ કોઈ ખાસ કારણોસર ટ્રેલરની રિલીઝ ટાળવી પડી હતી.

હવે ‘રામાયણ’ ના ટ્રેલરને લઈને નવું અપડેટ સામે આવ્યું છે. નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મનું ટ્રેલર હવે ક્યારે અને કેવી રીતે આવવાનું છે, તેનો ખુલાસો થઈ ગયો છે.

ક્યાં બતાવવામાં આવશે રામાયણનું ટ્રેલર?

રણબીર કપૂરની ફિલ્મ ‘રામાયણ’ નું ટ્રેલર હોલીવુડ ફિલ્મ સ્પાડર-મેન બ્રાન્ડ ન્યૂ ડે (Spider-Man Brand New Day) સાથે બતાવવામાં આવશે. માર્વલ યુનિવર્સની આ ફિલ્મ 30 જુલાઈના રોજ દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

ફિલ્મની શરૂઆતમાં કે ઇન્ટરવલમાં ‘રામાયણ’ અને ‘એવેન્જર્સ ડૂમ્સડે’ નું ટ્રેલર બતાવવામાં આવશે. આ સાથે એ પણ જણાવવામાં આવ્યું છે કે, બંને ફિલ્મોના ટ્રેલરનો રન ટાઈમ કેટલો હશે. ‘રામાયણ’ નું ટ્રેલર 4 મિનિટ 15 સેકન્ડનું હશે, જ્યારે ‘એવેન્જર્સ ડૂમ્સડે’ નું ટ્રેલર 2 મિનિટ 28 સેકન્ડનું હશે.

ફિલ્મ વિશે જાણો

નોંધનીય છે કે, અત્યાર સુધી ટ્રેલરને લઈને ‘રામાયણ’ ના મેકર્સ તરફથી કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે, ‘રામાયણ’માં રણબીર કપૂર, યશ અને સાઈ પલ્લવી મુખ્ય ભૂમિકામાં છે.

આનું નિર્દેશન નિતેશ તિવારીએ કર્યું છે અને સંગીત ઓસ્કાર વિજેતા હંસ ઝિમર અને એ.આર. રહેમાને આપ્યું છે. ‘રામાયણ’ ને શરૂઆતથી જ દુનિયાભરના દર્શકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. આ ફિલ્મ ઘણી ભાષાઓમાં રિલીઝ થશે, જેમાં એક ખાસ અંગ્રેજી વર્ઝન પણ હશે.

Image Gallery