Loading...

આ બે કારણોથી ફરી સસ્તું થયું સોનું, જાણો અમદાવાદ સહિત અન્ય મેટ્રો સિટીમાં શું છે નવા ભાવ

સોનાની વાત કરીએ તો એક દિવસના વધારા બાદ હવે સતત બીજા દિવસે તેની કિંમતોમાં ઘટાડો નોંધાયો છે.

આ બે દિવસ દરમિયાન રાજધાની દિલ્હીમાં 24 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવમાં આશરે ₹1,700નો ઘટાડો થયો છે. જ્યારે 22 કેરેટના 10 ગ્રામ સોનામાં ₹1,560નો ઘટાડો નોંધાયો છે.

આજની (29 જુલાઈ) વાત કરીએ તો દિલ્હીમાં 24 કેરેટ અને 22 કેરેટના 10 ગ્રામ સોનાના ભાવમાં વધુ ₹10નો ઘટાડો થયો છે. 

આજે અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ આશરે ₹1,44,210 છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ આશરે ₹1,32,190. 18 કેરેટ સોનાનો ભાવ આશરે ₹1,08,170 છે. 

ચાંદીની વાત કરીએ તો બે દિવસ સુધી સ્થિર રહ્યા બાદ આજે સતત બીજા દિવસે તેના ભાવમાં ઘટાડો નોંધાયો છે. 

આ પહેલા, બે દિવસની સ્થિરતા પહેલાં 25 જૂને એક કિલો ચાંદી ₹5,000 મોંઘી થઈ હતી, જ્યારે 24 જુલાઈએ ₹5,000 સસ્તી થઈ હતી.

આજે દિલ્હીમાં એક કિલો ચાંદીના ભાવમાં ₹100નો ઘટાડો થયો છે અને હાલમાં તે ₹2,34,900 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે.

મુંબઈ, કોલકાતા અને ચેન્નાઈ જેવા અન્ય મોટા શહેરોમાં પણ ચાંદીનો ભાવ ₹2,34,900 પ્રતિ કિલો છે.

 

Image Gallery