Gujarat Weather: રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, હવામાન વિભાગે 3 દિવસ માવઠાની આગાહી કરી
Rain Alert in Gujarat: રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 30થી 40 કિ.મી. પ્રતિ કલાક સુધી રહેવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આવતીકાલથી 3 દિવસ માવઠાની આગાહી છે.
અપરએર સાક્લોનિક સર્ક્યુલેશનને લઈ માવઠાની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અપરએર સાક્લોનિક સર્ક્યુલેશનને લઈ માવઠાની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં કમોસમી વરસાદની શક્યતા છે. આ સાથે જ જામનગર, મોરબી, કચ્છમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
આવતીકાલે રાજ્યના આ જિલ્લામાં વરસી શકે છે વરસાદ
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. આ દિવસે બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠાની સાથે-સાથે સૌરાષ્ટ્રના જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે.
રાજ્યના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
19 માર્ચ ગુરુવારના દિવસે ભરૂચ, સુરત, ડાંગ, તાપીમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદરમાં કમોસમી વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે 19 માર્ચે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવમાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે.
20 માર્ચે આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા
20મી માર્ચે વરસાદની અસર ધીમી પડશે, પરંતુ ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમ કે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણા અને પાલનપુરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવો વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગના ડાયરેક્ટરનું શું કહેવું છે?
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, 17 તારીખથી જ વાતાવરણમાં પલટો આવવાનું શરૂ થઈ જશે. જ્યારે 18, 19 અને 20 તારીખે હળવાથી મધ્યમ વરસાદની સાથે 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની અને ગાજવીજ થવાની પૂરી સંભાવના છે. એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છેક ગુજરાત સુધી વિસ્તરેલું હોવાથી આ માવઠું પડશે. આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે.
Live