IPL 2026ની ફાઇનલ પછી ગુજરાત ટાઇટન્સની બસમાં લાગી આગ, ખેલાડીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા
ગુજરાત ટાઈટન્સની બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે બસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી, જોકે કોઈ મોટું નુકસાન થયું નથી કારણ કે બધા ખેલાડીઓને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા હતા. રવિવારે રાત્રે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી ટીમ બસ હોટલ પરત ફરી રહી હતી ત્યારે શોર્ટ સર્કિટ થયું હતું. આગને કારણે ખેલાડીઓ લગભગ એક કલાક સુધી ફસાયેલા રહ્યા હતા.
ગુજરાત ટાઈટન્સની અમદાવાદની આ ફાઈનલ ખુબ યાદ રહેશે
ત્યારબાદ ખેલાડીઓ માટે બીજી બસની વ્યવસ્થા કરવામાં આવી હતી.ગુજરાત ટાઈટન્સને અમદાવાદની આ ફાઈનલ ખુબ યાદ રહેશે કારણ કે, પહેલા તો તે આઈપીએલ ફાઈનલ રમવા માટે અમદાવાદ મોડી પહોચી હતી. કારણ કે, તેની ફ્લાઈટ ચંદીગઢમાં તોફાનના કારણે ફસાય હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે,બસમાં શોર્ટ સર્કિટના કાણે આગ લાગી હતી પરંતુ કોઈ મોટું નુકસાન થયું નથી. તમામ ખેલાડીઓને સુરક્ષિત રીત બહાર કાઢવામાં આવ્યા હતા.
Live