નવરાત્રિના નવ દિવસ ઉપવાસમાં આ ફૂડને કરો સામેલ, નવેય દિવસ રહેશો ઊર્જાવાન
How To Avoid Weakness During Navratri Fasting:નવરાત્રી ભારતના સૌથી પ્રખ્યાત અને ભવ્ય રીતે ઉજવાતા તહેવારોમાંનો એક છે, જે ખૂબ જ ભક્તિ અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. દેવી દુર્ગાને સમર્પિત, નવ દિવસનો આ તહેવાર શુદ્ધતા, શિસ્ત અને આધ્યાત્મિક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. આ વર્ષે, ચૈત્ર નવરાત્રી 19 માર્ચથી શરૂ થઇ છે અને 26 માર્ચ સુધી ચાલુ રહે છે. આ સમયગાળા દરમિયાન, ઘણા ભક્તો ઉપવાસ કરે છે અને સાત્વિક આહારનું પાલન કરે છે, જેમાં ડુંગળી, લસણ અને અનાજનો સમાવેશ થતો નથી.
નવરાત્રી ઉપવાસ દરમિયાન શું ખાવું?
નવરાત્રી ઉપવાસ દરમિયાન ખાવામાં આવતો ખોરાક સરળ છતાં પૌષ્ટિક હોય છે. તેમાં મોરૈયો. સાબુદાણા સિંઘોળાનો લોટ, રાજગરાનો લોટ, દૂધ, દહીં, છાશ નટ્સ, ફળોનો સમાવેશ થાય છે. જોકે, સતત નવ દિવસ ઉપવાસ કરવાથી ઘણીવાર ઉર્જાનો અભાવ થઈ શકે છે, ખાસ કરીને જો યોગ્ય ડાયટ પ્લાન ફોલો કરવામાં ન આવે તો. જેથી પ્રોટીનયુક્ત ખોરાકનું સેવન અત્યંત મહત્વપૂર્ણ બની જાય છે.
પ્રોટીન શરીરને શક્તિ તો આપે છે જ, સાથે સાથે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખવામાં પણ મદદ કરે છે અને થાક પણ અટકાવે છે. પનીર, મગફળી, મખાના, દૂધ અને દહીં જેવા ખોરાક ઉપવાસ દરમિયાન સરળતાથી સમાવી શકાય છે અને પ્રોટીનના સારા સ્ત્રોત પણ છે. જો તેને તમારા દૈનિક આહારમાં સંતુલિત રીતે સામેલ કરવામાં આવે, તો તમે નવરાત્રિ દરમિયાન સક્રિય અને ઉર્જાવાન રહી શકો છો.
તમે તમારા આહારનું આયોજન કેવી રીતે કરી શકો છો?
ઉપવાસને સરળ અને સ્વસ્થ બનાવવા માટે, તમે તમારા આહાર યોજનામાં કેટલીક સરળ અને પ્રોટીનયુક્ત વાનગીઓનો સમાવેશ કરી શકો છો. ચાલો અમે તમને નવરાત્રીના નવ દિવસો દરમિયાન શામેલ કરી શકાય તેવી નવ વાનગીઓ વિશે જણાવીએ.
તમે આ અજમાવી શકો છો:
પનીર ટિક્કીથી શરૂઆત કરો, જે બહારથી ક્રિસ્પી અને અંદરથી નરમ હોય છે. હળવા ઉપવાસના મસાલાથી બનેલી, આ ટિક્કી સાંજના નાસ્તા માટે એક ઉત્તમ વિકલ્પ છે. જો તમને કંઈક મીઠી વસ્તુની ઇચ્છા હોય, તો મખાના ખીર અજમાવો. દૂધ અને મખાનાથી બનેલી, આ ખીર હળવી અને સંતોષકારક છે. પનીરથી ભરેલી બકવીટ ચીલા નાસ્તોનો સારો વિકલ્પ છે, જે તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે અને ધીમે ધીમે ઉર્જા આપે છે. તમે મખાના કે ચીકુનો શેક અથવા મોરૈયાની ખીર પણ લઇ શકો છો, જે સવારથી સાંજ સુધી ઉર્જાવાન રાખશે.
લંચના વિકલ્પો
પનીર ટિક્કા લંચ કે ડિનર માટે એક સ્વાદિષ્ટ અને સ્વસ્થ વિકલ્પ છે. મગફળીની ચાટ હળવી અને તાજગી આપનારી છે, જે સાંજની ભૂખ સંતોષવામાં મદદ કરે છે. પનીર ભુર્જી પણ એક પોષકતત્વોથી ભરપૂર વાનગી છે, જેની વ્રતના લોટની બનેલી રોટલી સાથે ખાઇ શકો છો. જે ઉર્જા અને પ્રોટીન બંને પ્રદાન કરે છે. સિઘાડાના લોટની રોટલી ગોળ ધી સાથે ખાઇ શકાય છે જે લાંબો સમય સુધી પેટને ભરેલું રાખે છે અને વીકનેસથી પણ બચાવે છે.
Live