પીએમ મોદીની સુરક્ષામાં ચૂક થતા 6 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા
વડાપ્રધાન નરેન્દ્રમોદીએ 10 મેના રોજ બેંગ્લુરુનો પ્રવાસ કર્યો હતો. આપ્રવાસ દરમિયાન એક વિસ્તારમાં જિલેટિન સ્ટિક મળવાની ઘટના સામે આવી હતી. આ મામલે બેંગ્લુરુના દક્ષિણ પોલીસ અધિક્ષકના આદેશ પર 6 પોલીસકર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
બેંગ્લુરુ દક્ષિણના પોલીસ અધિક્ષક અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસના આગમન પહેલા સુરક્ષા તપાસ દરમિયાન જિલેટીન સ્ટીક મળવાની ઘટના સામે આવી હતી.બેંગ્લુરુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસ પહેલા જિલેટીન સ્ટિક્સની રિકવરીના કેસમાં તપાસ પૂર્ણ થાય ત્યાં સુધી છ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Live