ભારતીય PMના નિવાસસ્થાને ડ્રોન ઉડાવ્યા… પાકિસ્તાની રાષ્ટ્રપતિએ શરમ વેચી ખાધી, ‘નકટો’ માણસ આટલું જૂઠું કઈ રીતે બોલી શકે?
પાકિસ્તાન કેટલું જૂઠું છે અને ભારતને લઈને કેવા જૂઠાણાં ફેલાવતું રહે છે, તેવો એક વીડિયો વાયરલ થયો છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ એવો દાવો કર્યો છે કે, ‘પાકિસ્તાને ભારતના આઠ વિમાનને તોડી પાડ્યા હતા અને ભારતીય વડાપ્રધાનના નિવાસસ્થાન પર ડ્રોન ઉડાવ્યા હતા.’
પાકિસ્તાનનો આ દાવો પોતાના સૈન્ય અપમાનને છુપાવવાનો એક હાસ્યાસ્પદ પ્રયાસ છે, જે હવે દુનિયા સામે આવી ગયો છે. ટૂંકમાં, ‘ઓપરેશન સિંદૂર’ ને લઈને તેમની આ મનઘડંત વાર્તાઓ હવામાં કાલ્પનિક જીત મેળવવાનો એક હલકો પ્રયાસ માત્ર છે. આનાથી પાકિસ્તાનની ચાલ અને ચરિત્ર બંને ખુલ્લા પડી ગયા છે.
Live