ગુજરાત સ્ટાફ નર્સ ભરતી… વિવાદના ઘેરામાં, ડિસક્વોલિફાઈડ ઉમેદવારને નિમણૂક પત્ર મળ્યાનો આક્ષેપ
તેમના મતે, આરોગ્ય વિભાગે ડિસક્વોલિફાઈડ લિસ્ટમાં નામ ધરાવતી એક યુવતી, શિવાનીબેન ભરતભાઈ ડાકીને નિમણૂક પત્ર આપી દીધો છે. આ ઘટના પરથી ગંભીર પ્રશ્ન ઊભો થયો છે કે પરીક્ષામાં નાપાસ થયેલી વ્યક્તિ પાસે આરોગ્ય વિભાગના સહી-સિક્કાવાળો નિમણૂક પત્ર કેવી રીતે પહોંચ્યો.
યુવરાજસિંહે એવો પણ આરોપ લગાવ્યો છે કે આ ભરતી પરીક્ષામાં જવાબોની એક ખાસ એબીસીડી પેટર્નનો ઉપયોગ થયો હોવાના ખુલાસા થયા છે, જે ભરતી પ્રક્રિયામાં ગડબડી સૂચવે છે. તેમણે આરોગ્ય વિભાગ અને પોલીસને આ સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ કરી છે.
મહત્વનું છે કે રાજ્યની સરકારી હોસ્પિટલો અને સામૂહિક આરોગ્ય કેન્દ્રો માટે કુલ 1903 જગ્યાઓ માટે આ ભરતી જાહેર કરવામાં આવી હતી. આ ભરતી માટે 5 ઓક્ટોબર 2024 થી 3 નવેમ્બર 2024 સુધી ફોર્મ ભરવામાં આવ્યા હતા અને 9 ફેબ્રુઆરી 2025 ના રોજ લેખિત પરીક્ષા યોજાઈ હતી, જેમાં અંદાજે 53,500 થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો.
Live