આ બોલીવુડ સ્ટાર્સે ભાષા પર મુક્યો વિશેષ ભાર, હિન્દી ન બોલનારા લોકો માટે શું કહે છે આ અભિનેતા
અક્ષય કુમાર બોલિવૂડ ફિલ્મ ઉદ્યોગમાં તેમના શિસ્ત અને સમયપાલન માટે જાણીતા છે. તેમની સરળતાનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે તેઓ રોજિંદા જીવનમાં હિન્દી બોલવાનું પસંદ કરે છે. ઉદાહરણ તરીકે બોલિવૂડ ફિલ્મો હિન્દીમાં બને છે પણ સ્ટાર્સ સામાન્ય રીતે અંગ્રેજી બોલવાનું વધારે પસંદ કરતા હોય છે. પણ અક્ષય કુમાર સાથે એવું નથી.
અક્ષય કુમારમાં સવારે 4 વાગ્યે ઉઠવાથી લઈને સેટ પર સમયસર પહોંચવા અને પોતાના સ્ટંટ કરવા સુધીના બધા ગુણો રહેલા છે. જેની પ્રશંસા અવારનવાર થતી હોય છે. આ ઉપરાંત જ્યારે મોટાભાગના બોલિવૂડ સ્ટાર્સ અંગ્રેજી બોલે છે, ત્યારે અક્ષય કુમાર હિન્દી બોલવાનું પસંદ કરતા હોય છે.
હિન્દી બોલવા વિશે અક્ષય કુમારે આપી સ્પષ્ટતા
હિન્દી બોલવા વિશે IANS સાથે વાત કરતા અક્ષય કુમારે કહ્યું, 90ના દાયકામાં પણ જ્યારે એવોર્ડ નાઇટ થતી, ત્યારે હું હંમેશા કહેતો કે હું હિન્દીમાં જ બોલીશ. મેં ઘણી કોન્ક્લેવમાં પણ હાજરી આપી છે જ્યાં અંગ્રેજી બોલનારા લોકો હતા. હું તેમને હાથ જોડીને કહેતો, ‘તમે અંગ્રેજીમાં બોલો, હું હિન્દીમાં બોલીશ.’ આ મારો અંગતપણું છે.
રાજપાલ યાદવે ટેકો આપતા શું બોલ્યા
આ વાતચીત દરમિયાન ત્યાં હાજર રાજપાલ યાદવે પણ અક્ષય કુમારની પ્રશંસા કરી. તેમણે કહ્યું, “મને એક વાત કહો, સેટ પર લગભગ 250 લોકો હતા પંજાબી, તમિલ, મલયાલી, આસામી, બંગાળી, ગુજરાતી અને મરાઠી. આ એક મિશ્રણ છે. પરંતુ આ મિશ્રણ ક્યારેય ભાષા માટે અવરોધ રહ્યું નથી. અત્યાર સુધી કોઈ વાતચીત દરમિયાન સમસ્યા થઈ નથી. દરેક વ્યક્તિ સિનેમા અને ભાષા સમજે છે.”
અક્ષય કુમારની આવનારી ફિલ્મો
અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ ભૂત બંગલામાં વ્યસ્ત છે. જે 10 એપ્રિલ, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં પરેશ રાવલ, તબ્બુ અને વામિકા ગબ્બી અભિનય કરે છે. આ ફિલ્મમાં દિગ્ગજ પીઢ હાસ્ય કલાકાર અસરાની પણ જોવા મળશે. જે હવે આ દુનિયામાં રહ્યા નથી. આ ફિલ્મનું નિર્દેશન પ્રિયદર્શન દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ ઉપરાંત અક્ષય અને પ્રિયદર્શન ફિલ્મ હૈવાનનો પણ ભાગ છે. આ બંને પરેશ રાવલ અને સુનીલ શેટ્ટી સાથે હેરા ફેરી 3 નું નિર્માણ પણ કરી રહ્યા છે.
Live