સુરતમાં લવ જેહાદ: રહીમ 'રોહન' બની મહિલા વકીલને ફસાવી, લગ્નની લાલચે આચર્યું દુષ્કર્મ
સુરત શહેરમાં એક ચોંકાવનારો લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. અહીં રહીમ શેખ નામના એક મુસ્લિમ વકીલે પોતાની ઓળખ 'રોહન' તરીકે આપીને એક હિન્દુ મહિલા વકીલને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. પીડિતાનો વિશ્વાસ જીતવા માટે આરોપીએ ઓફિસમાં જ તેની માંગમાં સિંદૂર પૂર્યું અને લગ્નની લાલચ આપીને તેની સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું. જ્યારે પીડિતાએ લગ્ન માટે દબાણ કર્યું અને ધર્મ પરિવર્તન કરવાનો ઇનકાર કર્યો, ત્યારે રહીમે તેને ઢોર માર મારી, જાતિવિષયક ગાળો આપી અને અન્ય યુવતી સાથે નિકાહ કરી લીધા. આ સમગ્ર મામલે પીડિતાએ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી, એટ્રોસિટી અને દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વિશ્વાસ જીતવા હિન્દુ પૂજાઓમાં પણ બેસતો
Live