Loading...

Gandhinagar News : DGP ડૉ. કે.એલ.એન. રાવે મેટ્રોમાં મુસાફરી કરી, લોકો પાસે સુરક્ષા અને સલામતિના સૂચનો માંગ્યા

ગુજરાતના પોલીસ વડા ડો. કે.એલ.એન.રાવ દ્વારા મેટ્રોમાં મુસાફરી કરવામાં આવી હતી. રાણીપથી ગાંધીનગર પોલીસ ભવન સુધી તેમણે મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. તેમણે મુસાફરી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી. મુસાફરો સાથે વાતચીત કરીને તેમના અનુભવો જાણ્યા હતાં. સલામતિ અને સુરક્ષા વધારવા સૂચનો માંગ્યા હતાં. મેટ્રો સ્ટેશન પર મોનિટરિંગ વ્યવસ્થા ચકાસી હતી.


 
 

ગાંધીનગર પોલીસ ભવન સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી

રાજ્યમાં વડાપ્રધાન મોદીની ઈંધણ બચાવવા અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવા માટેની અપીલ બાદ સરકારી તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. સરકારના મંત્રીઓ અને અધિકારીઓ સહિતનાને કાર પુલિંગ અથવા તો જાહેર પરિવહનનો ઉપયોગ કરવા તાકિદ કરવામાં આવી છે. ત્યારે રાજ્યના પોલીસ વડા ડો. કે.એલ.એન.રાવે આજે રાણીપથી ગાંધીનગર પોલીસ ભવન સુધી મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી.

મેટ્રો સ્ટેશન પર મોનિટરિંગની વ્યવસ્થા પણ ચકાસી

રાજ્યના પોલીસ વડાએ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરનારા મુસાફરો સાથે વાતચીત કરી હતી. તેમણે મુસાફરોના અનુભવો જાણ્યા હતાં. લોકો પાસેથી તેમણે સુરક્ષા અને સલામતિ વધારવા માટે સૂચનો માંગ્યા હતાં. આ ઉપરાંત મેટ્રો સ્ટેશન પર સુરક્ષામાં રહેલા પોલીસ કર્મીઓ પાસેથી પણ સુરક્ષા અંગેની વ્યવસ્થા માટેની સમીક્ષા કરી હતી. કોટેશ્વર મેટ્રો સ્ટેશન પર મોનિટરિંગની વ્યવસ્થા પણ ચકાસી હતી.

Image Gallery