ઈન્ફ્રા કંપનીના નફામાં 38 ટકાનો વધારો, રોકાણકારો માટે જાહેર કર્યું ડિવિડન્ડ; ક્યારે છે રેકોર્ડ ડેટ?
નવી દિલ્હીઃ IRB Infrastructure Developersએ માર્ચ ક્વાર્ટરના પરિણામ જારી કરી દીધા છે. વાર્ષિક આધાર પર કંપનીનો ચોખ્ખો નફો 38 ટકા વધીને 296.2 કરોડ રહ્યો. જ્યારે ગત વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીનો નફો 214.7 કરોડ હતો.
જો કે, કંપનીની કમાણીમાં થોડો ઘટાડો જોવા મળ્યો. ચોથા ક્વાર્ટરમાં કમાણી 10.3 ટકા ઘટીને 1,927 કરોડ રહી, જે ગત વર્ષના સમાન ક્વાર્ટરમાં 2,149 કરોડ હતી.
ઓપરેટિંગ પ્રદર્શનના મોરચા પર કંપનીએ સારું પરિણામ નોંધાવ્યું છે. ક્વાર્ટર દરમિયાન કંપનીનો EBITDA 8.6 ટકા વધીને 1,083 કરોડ રહ્યો, જ્યારે ગત વર્ષના સમાન ગાળામાં EBITDA 997 કરોડ હતો.
માર્જિનમાં પણ મજબૂત સુધારો જોવા મળ્યો. ચોથા ક્વાર્ટરમાં કંપનીનું EBITDA માર્જિન વધીને 56.2 ટકા રહ્યું, ગત વર્ષના સમાન ક્વાર્ટરમાં 46.4 ટકા હતું. આવકમાં ઘટાડા છતાય EBITDA અને માર્જનમાં વધારો કંપનીના સારા ઓપરેશનલ પ્રદર્શનને દર્શાવે છે.
ડિવિડન્ડની જાહેરાત
કંપનીએ કારોબારી વર્ષ 2025-26 માટે ચોથા અંતરિમ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. બોર્ડે 1 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા પ્રત્યેક ઈક્વિટી શેર પર 5 ટકા એટલે કે, 0.05 રૂપિયા પ્રતિ શેરના ડિવિડન્ડને મંજૂરી આપી છે. ડિવિડન્ડની ચૂકવણી માટે 26 મે 2026ને રેકોર્ડ ડેટ નક્કી કરવામાં આવી છે. કંપનીએ જણાવ્યું કે, પાત્ર શેરધારકોને 18 જૂન કે તેના પહેલા ડિવિડન્ડનું પેમેન્ટ કરી દેવામાં આવશે.
શું કરે છે કંપની?
IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ લિમિટેડ એક મુખ્ય ભારતીય બહુરાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની છે. તે હાઇવે, એક્સપ્રેસવે અને પરિવહન માળખાના નિર્માણ, સંચાલન અને જાળવણીમાં એક્સપર્ટ છે. તે દેશભરમાં મોટા પાયે રોડ નેટવર્ક વિકસાવવા અને તેનું સંચાલન કરવા માટે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) જેવી સરકારી સંસ્થાઓ સાથે ભાગીદારી કરે છે.
Live