Loading...

ગુજરાતમાં આજે આ વિસ્તારોમાં તૂટી પડશે વરસાદ, ગરમી-બફારા વચ્ચે રાહતના સમાચાર

ગુજરાતમાં હાલમાં ગરમીનો તાબડતોડ તબક્કો ચાલી રહ્યો છે. ગઇકાલે અમદાવાદમાં 43.7 ડીગ્રીનો પારો નોંધાયો હતો. આકરા તાપ અને ઉકળાટ, અસહ્ય બફારાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, ત્યારે હવે હવામાન વિભાગે એક રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ અનુસાર આજે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાંપટા થઇ શકે છે. ખાસ કરીને આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ પ્રી-મોન્સૂન પ્રવૃત્તિઓ સક્રિય બનતાં આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે.

હાલમાં મે મહિનાની લોકો કાળઝાળ ગરમીથી પરેશાન થઇ રહ્યાં છે. સવારથી જ ગરમ પવન અને અસહ્ય બફારાનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં તાપમાન સતત 40 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે, એટલું જ નહીં રાજકોટમાં 43.5 ડિગ્રી તાપમાન સાથે સૌથી વધુ ગરમી નોંધાતા લોકો માટે બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. આ બધાની વચ્ચે હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી છે. આજે ગીર સોમનાથ, અમરેલી, નવસારી, ડાંગ તેમજ દમણ અને દાદરા નગર હવેલી વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે શનિવારે ભાવનગર, વલસાડ, તાપી સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ પ્રી-મોન્સૂન પ્રવૃત્તિઓ સક્રિય બનતાં આગામી દિવસોમાં હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં 80 થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. 

Image Gallery