Loading...

ટીવી સીરિયલ,રિયાલિટી શો નહી પરંતુ ગર્લફ્રેન્ડના મારના કારણે ફેમસ થયો અભિનેતા, જુઓ પરિવાર

નાના પડદાનો ફેમસ અભિનેતા વિશાલ આદિત્ય સિંહ ઘણીવાર પોતાની પર્સનલ લાઈફ અને પ્રોફેસનલ લાઈફને કારણે ચર્ચામાં રહ્યો છે. જેમણે પોતાના વ્યક્તિત્વ અને અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે.

25 જાન્યુઆરી, 1988 ના રોજ બિહારના આરામાં જન્મેલા વિશાલે પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું છે. વિશાલ આદિત્ય સિંહને બાળપણથી જ રમતગમતમાં રસ છે.

વિશાલ આદિત્ય સિંહનો પરિવાર જુઓ

બહુ ઓછા લોકો જાણે છે કે વિશાલ જિલ્લા સ્તરનો ક્રિકેટર પણ રહી ચૂક્યો છે. તેણે ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાં અનેક યાદગાર ભૂમિકાઓ પણ ભજવી છે.

વિશાલ આદિત્ય સિંહ એક ભારતીય અભિનેતા છે જે હિન્દી ટેલિવિઝનમાં કામ કરે છે. તેઓ &TV ની સીરિયલ બેગુસરાયમાં લખન ઠાકુર અને કલર્સ ટીવીની સીરિયલ ચંદ્રકાંતા તરીકેની ભૂમિકાઓ માટે જાણીતો છે.
 
તેઓ રિયાલિટી શો, નચ બલિયે 9, બિગ બોસ 13 અને ફિયર ફેક્ટર: ખતરોં કે ખિલાડી 11 માં ભાગ લેવા માટે પણ જાણીતા છે. વિશાલ આદિત્ય સિંહે શાળા અને રાજ્ય ટુર્નામેન્ટમાં ક્રિકેટમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો. તેમણે પોતાની કારકિર્દી એક મોડેલ તરીકે શરૂ કરી હતી, તે અભિનય કારકિર્દી બનાવવા માટે મુંબઈ આવ્યા હતા.
 
વિશાલ આદિત્ય સિંહ 2017 માં ચંદ્રકાંતાના સેટ પર અભિનેત્રી મધુરિમા તુલીને મળ્યો હતો અને બાદમાં તેમની સાથે ડેટ કરતો હતો. 2018માં એક વર્ષ ડેટિંગ કર્યા પછી તેઓ અલગ થયા હતા.
 
વિશાલ આદિત્ય સિંહને 2018માં ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના મોસ્ટ ડિઝાયરેબલ મેન ઓન ટેલિવિઝન યાદીમાં 13મા ક્રમે 2019માં 17મા ક્રમે અને 2020માં 18મા ક્રમે સ્થાન આપવામાં આવ્યું હતું.

Image Gallery