ટ્રમ્પ ભલે મોદીને દોસ્ત કહે, પરંતુ અમેરિકનો ભારતીયોને ભારોભાર નફરત કરે છે ! યુએસએ છોડી દેવા ધમકી આપી,
અમેરિકાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે. વાયરલ થયેલ વીડિયો ક્લિપમાં, એક અમેરિકન પુરુષ કોઈપણ ઉશ્કેરણી વિના ભારતીય દંપતી સાથે દુર્વ્યવહાર કરતો જોવા મળે છે. આ વીડિયોમાં બોલી રહેલા અમેરિકન પુરુષની જાતિવાદી માનસિકતા સ્પષ્ટપણે છતી થાય છે. ફૂટેજ પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, જેમાં ઘણા લોકો ભારતીય દંપતી સાથે કરવામાં આવેલા વર્તન પર ખુબ જ આક્રોશ વ્યક્ત કરે છે. વાયરલ ક્લિપમાં, કારની અંદર બેઠેલો એક વ્યક્તિ ભારતીય દંપતીને પૂછે છે કે શું તેઓ ભારતના છે.
જ્યારે દંપતિ પુષ્ટિ કરે છે કે, હા તેઓ ભારતના છે, ત્યારે અમેરિકન પુરુષ તેમને, અમેરિકા દેશ છોડીને ભારત જવા કહે છે. વાયરલ વીડિયોમાં અમેરિકામાં આ ઘટના ક્યાં શહેરમાં બની છે તે અંગે કોઈ સ્પષ્ટતા કે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પરંતુ આ ઘટના અમેરિકામાં રહેતા અન્ય ઇમિગ્રન્ટ્સ દ્વારા અનુભવાયેલા જાતિવાદી અનુભવો તેમજ ત્યાં રહેતા વિદેશીઓ પ્રત્યે કેટલાક સ્થાનિક લોકો દ્વારા રાખવામાં આવતી દુશ્મનાવટનું સ્પષ્ટ ઉદાહરણ છે. તે સ્પષ્ટ છે કે દેશના વિવિધ ભાગોમાં રહેતા વિદેશીઓ ઘણા કિસ્સાઓમાં જાતિવાદનો સામનો કરે છે.
અમેરિકન વ્યક્તિની ધમકી
વીડિયોમાં, તે વ્યક્તિ પૂછે છે કે શું ભારત યુનાઇટેડ સ્ટેટ્સ કરતાં વધુ સારી જગ્યા છે. આ સમયે દંપતિમાંથી, પતિએ નમ્રતાથી જવાબ આપતા, કહ્યું કે બંને સ્થળોએ સારા અને ખરાબ બંને પાસાઓનો પોતાનો હિસ્સો છે. જ્યારે પતિએ ઉલ્લેખ કર્યો કે, તેનો પરિવાર ભારતમાં રહે છે, ત્યારે તે વ્યક્તિએ પૂછ્યું, “જો ભારત આટલું મહાન છે, તો પછી તમે અમેરિકામાં કેમ છો?”
જ્યારે દંપતીએ સમજાવ્યું કે તેઓ વિશ્વ પ્રવાસના ભાગ રૂપે, અમેરિકા દેશની મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે અજાણી વ્યક્તિએ આક્રમક રીતે જવાબ આપ્યો: “ના, અમે તમને અહીં નથી ઇચ્છતા. તમારે ઘરે જવાની જરૂર છે. મારા દેશમાંથી નીકળી જાઓ !” આવી કઠોર અને અપમાનજનક ટિપ્પણીઓ સહન કરવા છતાં, દંપતી સમગ્ર વાતચીત દરમિયાન શાંત રહ્યું. આ ક્લિપ ઝડપથી ઓનલાઈન વાયરલ થઈ રહી છે, અને ઘણા લોકોએ જે પ્રકારે દંપતીએ સમગ્ર પરિસ્થિતિને સંયમથી સંભાળી લીધી છે તે બદલ પ્રશંસા કરી છે. સોશિયલ મીડિયા યુઝર્સ, વીડિયોમાં જોવા મળતા દંપતીના વાણી અને વર્તન બન્નેની પ્રશંસા કરી નોંધ્યું કે તેઓએ ધમકી આપનાર વ્યક્તિનો કોઈ જવાબ આપ્યો નથી.
Live