ગુજરાત ટાઇટન્સના સ્ટાર બેટ્સમેનએ મચાવી ધમાલ, વિરાટ કોહલીના રેકોર્ડની કરી બરાબરી!
ગુજરાત ટાઇટન્સનો બેટ્સમેન સાઇ સુદર્શન IPL 2026માં બેટથી સતત સારૂં પ્રદર્શન કરી રહ્યો છે. રાજસ્થાન રોયલ્સ સામે બીજા ક્વોલિફાયરમાં વધુ એક શાનદાર અડધી સદી મારી હતી. ગુજરાત ટાઇટન્સ ટીમને ફાઇનલમાં પહોંચવામાં તે મુખ્ય ભૂમિકા ભજવી. સાથે જ તે વિરાટ કોહલીના નામે રહેલા રેકોર્ડની પણ બરાબરી કરી છે. સુદર્શન હવે એક જ IPL સિઝનમાં સૌથી વધુ અડધી સદી મારનારા ભારતીય બેટ્સમેનોની યાદીમાં કોહલીની બરાબરી સાથે છે.
વિરાટ કોહલીના રેકોર્ડની બરાબરી
આ અડધી સદી સાથે સુદર્શને IPL 2026માં પોતાની આઠમી અડધી સદી પૂર્ણ કરી. અગાઉ IPL 2025માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમતા વિરાટ કોહલીએ પણ એક સિઝનમાં આઠ અડધી સદી મારી હતી. સુદર્શને આ સિઝનમાં અત્યાર સુધી 16 મેચમાં આઠ અડધી સદી અને એક સદી મારી છે. IPLના 19 વર્ષના ઇતિહાસમાં, કોહલી અને સુદર્શન સિવાય અન્ય કોઈ ભારતીય બેટ્સમેન એક જ સિઝનમાં આઠ અડધી સદી મારવાની સિદ્ધિ હાંસલ કરી નથી.
Live