જયરાજ આહીરને 11 નંબરની બેરેક ફાળવાઈ, ટિફિન-બીસ્ત્રાની અરજી મંજૂર:6 દિવસ બાદ જેલમાં ઘરનું જમવાનું મળશે
બગદાણાના કોળી યુવક નવનીત બાલધિયા પર હુમલા પ્રકરણમાં 25 જાન્યુઆરીના રોજ જયરાજ આહીરની મોડીસાંજે જેલમાં એન્ટ્રી કરી હતી. ત્યારે જિલ્લા જેલ પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિત મુજબ, જયરાજ આહીરને પ્રથમ ભાવનગર જિલ્લા જેલની અંદર આફ્ટર બેરેકમાં રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ 27 જાન્યુઆરીના રોજ જયરાજ આહીરને 11 નંબરની બેરેક ફાળવવામાં આવી છે. જયરાજ આહીરના પરિવારજનોએ તેની માટે બીસ્ત્રા અને ટિફિન માટે અરજી કરી હતી, જે 28 જાન્યુઆરીના રોજ મંજૂર કરવામાં આવી છે. છ દિવસ જેલનું ભોજન લીધા બાદ હવે જયરાજને ઘરનું જમવાનું મળશે. હાલ જયરાજ જિલ્લા જેલમાં આવેલી લાઈબ્રેરીમાં પુસ્તકનું વાંચન કરી દિવસ પસાર કરી રહ્યો છે.
હાલમાં નવનીત બાલધિયા પર હુમલો કરનારા 14 આરોપી જેલના સળીયા પાછળ છે. જેલ મુક્ત થવા 8 આરોપીએ તેમના વકીલ મારફતે મહુવા કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મૂકી હતી, જ્યારે અન્ય એક બગદાણાના શખસે પોતાની આગોતરા અરજી પણ મૂકી હતી. 30 જાન્યુઆરીના રોજ મહુવા કોર્ટમાં આ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં મહુવા કોર્ટે 8 આરોપીના રેગ્યુલ અને એકના આગોતરા જમીન અનુસંધાને મુદત આપી છે. હવે આગામી સુનાવણી 2 ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.
જેલમાં બંધ આરોપીઓ
- જયરાજ માયાભાઈ આહીર
- નાજુ કામળિયા
- રાજુ ભમ્મર
- આતુ ભમ્મર
- વિરેન્દ્ર પરમાર
- સતીશ વનાળિયા
- ભાવેશ સેલાળા
- વીરુ સએડા
- પંકજ મેર
- કાના ભીખાભાઈ કામળિયા
- સંજય બેચરભાઈ ચાવડા
- દિનેશ ઉર્ફે દાદુ લોમાભાઈ સોલંકી
- ઉત્તમ ભરતભાઈ બાંભણિયા
- અજય ઉર્ફે મોટો મનજીભાઇ ભાલીયા