Loading...

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, વિરાટ કોહલી અફઘાનિસ્તાન સીરિઝમાંથી બહાર

વિરાટ કોહલીને લઈ એક મોટી અપટેડ સામે આવી રહી છે. તે અફઘાનિસ્તાન વિરુદ્ધ રમાનારી વનડે સીરિઝમાંથી બહાર થયો છે. વિરાટ કોહલી બહાર થવાનું કારણ તેની ઈજા છે. પીટીઆઈએ બીસીસીઆઈના સુત્રોએ માહિતી આપતા કહ્યું કે, રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, વિરાટ કોહલીને હૈમસ્ટ્રિંગની ઈજા થઈ છે. જેના કારણે તે અફઘાનિસ્તાન વિરુદ્ધ વનડે સીરિઝમાં રમશે નહી. આ વિશે હુજ ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવવાનું બાકી છે.

19 મેના રોજ ટીમમાં સિલેક્શન, 4 જૂને બહાર!

અફઘાનિસ્તાન વિરુદ્ધ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત 19 મેના કોડ કરવામાં આવી હતી. જેમાં રોહિત શર્માની સાથે વિરાટ કોહલીને પણ વનડે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતુ. પરંતુ પીટીઆઈના રિપોર્ટ મુજબ વિરાટ કોહલી હવે અફઘાનિસ્તાન ટીમ વિરુદ્ધ રમતો જોવા મળશે નહી. બીસીસીઆઈ સાથે જોડાયેલા સુત્રોએ પીટીઆઈને જણાવ્યું કે, તે હૈમસ્ટ્રિંગ ઈજાના કારણે સીરિઝમાં રમશે નહી.

ભારત-અફઘાનિસ્તાન વનડે સીરિઝ શેડ્યુલ

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 વનડે સીરિઝની શરુઆત 14 જૂનથી થશે. પહેલી વનડે ધર્મશાળામાં રમાશે. બીજી વનડે 17 જૂનના રોજ લખનૌમાં રમાશે. જ્યારે 20 જૂનના રોજ ત્રીજી વનડે બંન્ને ટીમ ચેન્નાઈના મેદાનમાં રમશે.

ચાહકો ચિંતામાં

વિરાટ કોહલીએ હાલમાં આરસીબી વિરુદ્ધ સતત બીજી વખત આઈપીએલ 2026ના ખિતાબ જીતવામાં મદદ કરી હતી. 675 રનની સાથે તે આ લીગમાં આરસીબીનો સૌથી સફળ બેટ્સમેન રહ્યો છે. લાંબા સમય પછી વિરાટને વનડે મેચમાં રમતો જોવા દરેક ક્રિકેટરો આતુર હતા પરંતુ હૈમસ્ટ્રિંગની ઈજાના કારણે વિરાટના ચાહકોને હજુ રાહ જોવી પડશે.

રોહિત શર્માનું શું થશે?

વિરાટ કોહલીને વનડે સીરિઝમાંથી દુર થયાના સમાચાર સામે આવ્યા બાદ હવે બધાની નજર રોહિત શર્મા પર છે. રોહિત શર્માની ફિટનેસથી ઝઝુમી રહ્યા છે. ત્યારે હવે મોટો સવાલ છે કે, શું તે અફઘાનિસ્તાન વિરુદ્ધ આખી સીરિઝમાં રમશે?

Image Gallery