T20માં ટીમ ઈન્ડિયાના આગામી કેપ્ટન બનવાની રેસમાં કોણ કોણ છે જાણો
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટી20 ઈન્ટરનેશનલમાં સૂર્યકુમાર યાદવને કેપ્ટનશીપમાંથી દુર કરવાનું મન બનાવી લીધું છે. જેના માટે નવા કેપ્ટનની જાહેરાત ટુંક સમયમાં કરવામાં આવશે. ટીમ ઈન્ડિયા આ વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં રમાયેલા ટી20 વર્લ્ડકપનો ખિતાબ સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં ટીમે પોતાને નામ કર્યો હતો પરંતુ ટૂર્નામેન્ટમાં તેના બેટમાંથી સારું પ્રદર્શન જોવા મળ્યું ન હતુ. હવે બીસીસીઆઈએ જૂન મહિનામાં આયરલેન્ડ અને ત્યારબાદ જુલાઈમાં ઈંગ્લેન્ડના પ્રવાસ પર રમાનાર ટી20 સીરિઝ પહેલા નવા કેપ્ટનની જાહેરાત કરવા માંગે છે. જેમાં ટીમ ઈન્ડિયાના આગામી ટી20 કેપ્ટન શ્રેયસ અય્યર હશે. તેવી હાલ ચર્ચાઓ થઈ રહી છે.
ટી20 કેપ્ટનનું નામ આજે જાહેર થશે!
શ્રેયસ અય્યર ભારતના આગામી T20 કેપ્ટન હશે. આ અંગેની સત્તાવાર જાહેરાત ગુરુવારે એટલે કે, આજે થવાની આશા છે. T20 કેપ્ટન તરીકે, અય્યર ટીમ ઈન્ડિયામાં સૂર્યકુમાર યાદવનું સ્થાન લેશે.બીસીસીઆઈની એપેક્સ કાઉન્સિલની ગરુવારે થનારી ઓનલાઈન મીટિંગમાં શ્રેયસ અય્યરને ટી20 ટીમના કેપ્ટન બનાવવા પર ફાઈનલ કરાયું છે.ટુંકમાં ભારતનો આગામી ટી20 કેપ્ટન બનવા પર સંમતિ બની ગઈ છે. આયરલેન્ડ વિરુદ્ધ અને ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમની કમાન અય્યર સાંભાળતો જોવા મળી શકે છે.
મીડિયા રિપોર્ટ મુજબ શ્રેયસ અય્યરને આગામી ટી20 કેપ્ટન બનાવવાની સાથે-સાથે ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટનના નામ પર ફાઈનલ થયું છે. તિલક વર્મા ટીમનો વાઈસ કેપ્ટન હશે. તે આ સ્થાને અક્ષર પટેલને રિપ્લેસ કરશે. હાલમાં આ બધી ચર્ચાો ચાલી રહી છે.
કેપ્ટન બનવાની રેસમાં 2 નામ સૌથી આગળ
ટુંકમાં સૂર્યકુમાર યાદવના સ્થાન પર ટીમ ઈન્ડિયાના નવા ટી20 કેપ્ટન બનવાની રેસમાં 2 નામ સૌથી આગળ ચાલી રહ્યા છે. જેમાંથી એક શ્રેયસ અય્યરનું નામ છે અને બીજું તિલક વર્માનું છે. બીસીસીઆઈના સુત્રોએ આ બંન્ને ખેલાડીઓના નામ રેસમાં સૌથી આગળ બતાવ્યા છે.
શ્રેયસ અય્યર ભલે ઈજાના કારણે ટી20 વર્લ્ડકપ 2026નો ભાગ ન હતો, પરંતુ તેનું આ ફોર્મેટમાં પ્રદર્શન શાનદાર જોવા મળ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી તિલક વર્માએ પોતાને એક મેચ વિનર ખેલાડી સાબિત કર્યો છે. આ બંન્ને ખેલાડીઓને અત્યારસુધી ઈન્ટરનેશનલ લેવલ પર એક પણ મેચમાં ટીમ ઈન્ડિયા માટે કેપ્ટનશીપની જવાબદારી સોંપવામાં આવી નથી.
Live