Loading...

દેવાના ડૂંગર નીચે દટાયા છે આ દેશો, ટોચના ક્રમે ટેક્નોલોજીનો 'માસ્ટર', ભારતની શું છે સ્થિતિ?

Highest Govt Debt To GDP:  વિશ્વના તમામ મોટા દેશો દેવાના ડૂંગર નીચે દટાયા છે અને તેનું એક મોટું ઉદાહરણ જાપાન છે. જાપાનની સરકાર પર દેવું સતત વધી રહ્યું છે અને દેવાદાર વિકસિત દેશોની યાદીમાં તે ટોપ પર છે. વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ દ્વારા વિશ્વભરના દેશો પરના વર્તમાન સરકારી દેવા અંગે જે આંકડા શેર કર્યા છે તે ચોંકાવનારા છે. તો ચાલો જાણીએ કે, અમેરિકા, ચીન અને ભારત પર GDPના મુકાબલે દેવું કેટલું છે. 

નંબર-1 પર જાપાન

ટેક્નોલોજીનો 'માસ્ટર' દેશ જાપાન સૌથી વધુ સરકારી દેવાના બોજનો સામનો કરતા દેશોની યાદીમાં ટોચ પર છે. વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ પર ટ્રેન્ડિંગ ઈકોનોમિક્સ ના હવાલે શેર કરવામાં આવેલા લેટેસ્ટ ડેટા જાઈએ તો દેશની જાપાનની સરકાર પર GDP કરતાં બમણું દેવું થઈ ગયું છે અને તે GDPના 237% જેટલું છે. તમને જણાવી દઈએ કે, જાપાનનો GDP લગભગ 4.2 ટ્રિલિયન ડોલર છે અને 2025 સુધીમાં તેનું દેવું 8.6 ટ્રિલિયન ડોલરથી વધુ હતું.

 

ટોપ-5માં અમેરિકા પણ સામેલ

વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સના ડેટા પર નજર કરીએ તો જાપાન પછી બાદ સૌથી વધુ દેવાના ડૂંગર નીચે દટાયેલો દેશ સિંગાપોર છે, જેનું સરકારી દેવું GDPના 173% છે. ત્યારબાદ ગ્રીસ પર 154%, ઈટાલીનું સરકારી દેવું GDPના 154% છે. ટોપ-5 દેવામાં ડૂબેલા દેશોમાં અમેરિકા પણ સામેલ છે અને અમેરિકન સરકારનું દેવું GDPના 124% સુધી થઈ ચૂક્યું છે.