Loading...

રાજ્યસભાની 1 બેઠક માટે મહાવિકાસ અઘાડીમાં ખેંચતાણ, ઉદ્ધવ સેનાએ દાવો ઠોક્યો, શરદ પણ તૈયાર!

Maharashtra MVA Rajya Sabha Seat: મહારાષ્ટ્રમાં આગામી રાજ્યસભાની ચૂંટણીને લઈને મહા વિકાસ આઘાડી(MVA) ગઠબંધનમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ગઠબંધન પાસે વિધાનસભામાં માત્ર એટલું જ સંખ્યાબળ છે કે તેઓ સાતમાંથી માત્ર એક બેઠક જીતી શકે તેમ છે. આ એક બેઠક માટે શિવસેના(UBT) એ પોતાનો દાવો રજૂ કર્યો છે. આદિત્ય ઠાકરેએ પક્ષના ધારાસભ્યોની સંખ્યાને ટાંકીને જણાવ્યું હતું કે, ગણિત મુજબ આ બેઠક તેમના ભાગે આવવી જોઈએ. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું હતું કે અત્યાર સુધી ગઠબંધનમાં બેઠકોની વહેંચણી અંગે કોઈ સત્તાવાર ચર્ચા થઈ નથી.

શરદ પવાર ફરી મેદાનમાં ઉતરશે?

બીજી તરફ, રાજ્યસભાની આ જ બેઠક પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(શરદ પવાર જૂથ)ના વડા શરદ પવારે પણ લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. સંજય રાઉતે માહિતી આપી હતી કે, શરદ પવારનો કાર્યકાળ એપ્રિલમાં પૂર્ણ થઈ રહ્યો છે અને તેઓ ફરીથી ગૃહમાં પરત ફરવા માંગે છે. 

Image Gallery