કરોડો ખેડૂતો માટે ખુશખબર : જાણો ક્યારે આવશે PM કિસાન યોજનાનો 22મો હપ્તો, આ રહી સંભવિત તારીખ
હોળી પહેલા ખેડૂતોને મળી શકે છે મોટી ભેટ! પીએમ કિસાન યોજનાના 22 મા હપ્તાની રાહ જોઈ રહેલા 9 કરોડથી વધુ ખેડૂતો માટે મહત્વના અપડેટ્સ. તમારું e-KYC બાકી હોય તો આજે જ પૂર્ણ કરો, નહીં તો હપ્તો અટકી શકે છે.
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના 22 મા હપ્તાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા દેશના કરોડો ખેડૂતો માટે ફેબ્રુઆરી મહિનો નિર્ણાયક સાબિત થઈ શકે છે. પાછલા વર્ષોના સરકારી રેકોર્ડ અને હપ્તા વિતરણની પદ્ધતિ પર નજર કરીએ તો, કેન્દ્ર સરકાર સામાન્ય રીતે ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં નાણાકીય સહાય જાહેર કરતી આવી છે. વર્ષ 2025 માં 19 મો હપ્તો 24 ફેબ્રુઆરીએ, 2024 માં 16 મો હપ્તો 28 ફેબ્રુઆરીએ અને 2023 માં 13 મો હપ્તો 27 ફેબ્રુઆરીએ રિલીઝ કરવામાં આવ્યો હતો