Loading...

મ્યુચ્યુઅલ ફંડ રિટર્નની ABCD! CAGR, XIRR અને એબ્સોલ્યુટ રિટર્ન વચ્ચેનો તફાવત શું? આ ત્રણેયનો ઉપયોગ ક્યારે કરવો?

મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં રોકાણ કરનારા ઘણા રોકાણકારો CAGR, XIRR અને એબ્સોલ્યુટ રિટર્ન (Absolute Return) વચ્ચે મૂંઝવણ અનુભવતા હોય છે.

 

એક્સપર્ટ્સનું કહેવું છે કે, CAGR, XIRR અને એબ્સોલ્યુટ રિટર્ન ત્રણેયનો ઉપયોગ ફંડના પરફોર્મન્સને જાણવા માટે થાય છે. શરૂઆતથી અંત સુધી સ્કીમની કુલ વૃદ્ધિ એટલે કે કુલ વળતર, એ 'એબ્સોલ્યુટ રિટર્ન'નો અર્થ છે . ટૂંકમાં, જો કોઈ ફંડનું એબ્સોલ્યુટ રિટર્ન 75 ટકા છે, તો તેનો અર્થ એ છે કે, તમે જે એક લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું, તે પૈસા હવે વધીને 1.75 લાખ થઈ ગયા છે.