Loading...

હવે WhatsApp મેસેજને પણ શેડ્યૂલ કરી શકાશે, આવી રહ્યું છે નવું ફીચર, જાણો કેવી રીતે…

WhatsApp New Feature: WhatsApp એક નવા ફીચર પર કામ કરી રહ્યું છે. આ ફીચરની મદદથી યુઝર્સ કોઈ પણ મેસેજને શેડ્યૂલ કરી શકશે. આ ફીચર હાલમાં iOS માટેના ટેસ્ટફ્લાઇટ પ્રોગ્રામ હેઠળ બીટા વર્ઝન 26.7.10.72 માં જોવા મળી રહ્યું છે. આ ફીચર પર હાલમાં કામ ચાલી રહ્યું છે. ટેસ્ટફ્લાઇટ હેઠળ આ ફીચર છે, પરંતુ બીટા ટેસ્ટિંગ અથવા તો સામાન્ય યુઝર્સ માટે એનો ઉપયોગ નથી કરી શકાતો.

મેસેજને કરી શકાશે શેડ્યૂલ

મેસેજ શેડ્યૂલિંગનું ફીચર લોન્ચ થયા બાદ યુઝર મેસેજ લખીને એને ઓટોમેટિક સેન્ડ કરવા માટે ચોક્કસ તારીખ અને સમય પસંદ કરી શકે છે. આ ફીચરનો ઉપયોગ જન્મદિવસ જેવા મહત્ત્વના દિવસે શુભેચ્છા પાઠવવા, રીમાઇન્ડર તરીકે અને અન્ય મહત્ત્વની વાતો માટે ખૂબ જ કામ આવી શકે છે.