Loading...

PM મોદી સાણંદ GIDC પહોંચ્યા:રોડ શો બાદ સેમિકન્ડકટર ATMP સુવિધાનું ઉદઘાટન કરશે, માઇક્રોનમાં Made In India ચિપ ગુજરાતથી બનશે

PM નરેન્દ્ર મોદી આજે 28 ફેબ્રુઆરીએ ગુજરાતની મુલાકાતે આવી ગયા છે. મોદી અમદાવાદ એરપોર્ટથી સાણંદ GIDC પહોંચ્યા છે. થોડીવારમાં જ માઇક્રોન ટેક્નોલોજીના અદ્યતન ATMP (એસેમ્બ્લી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) સુવિધાનું ઉદ્ઘાટન કરશે. ઉદ્ઘાટન પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાણંદ જીઆઇડીસી ખાતે રોડ શો કરશે, જેમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. તેઓ આ પ્રસંગે જનમેદનીને પણ સંબોધિત કરશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મોદી ચેન્નઈ જવા રવાના થશે.

સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રા. લિમિટેડ દ્વારા ₹22,516 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે. SSD અને રેમ સહિતની ચિપનું ઉત્પાદન થશે. 5000 લોકોને રોજગારી મળશે. જ્યારે દેશની પહેલી Made In India ચિપ ગુજરાતથી બનશે. ગુજરાતમાં માઇક્રોનની ATMP સુવિધાના શરૂ થવાથી ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી ક્રાંતિ શરૂ થશે

Image Gallery