Loading...

Breaking News: Middle East તણાવની અસર, CBSEએ 10મી-12મી બોર્ડ પરીક્ષાઓ રાખી મોકૂફ

મિડલ ઈસ્ટમાં વધતા યુદ્ધ તણાવને પગલે Central Board of Secondary Education (CBSE) એ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બોર્ડે 5 અને 6 માર્ચ 2026ના રોજ યોજાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ મિડલ ઈસ્ટના કેટલાક દેશોમાં મોકૂફ રાખી છે.

બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ બહેરીન, ઈરાન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબ અમીરાત (UAE) જેવા દેશોમાં વર્તમાન પરિસ્થિતિની ગંભીર સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષાને પ્રાથમિકતા આપતા CBSEએ વિદ્યાર્થીઓ અને પરીક્ષા સ્ટાફની સલામતીને ધ્યાનમાં રાખીને પરીક્ષા સ્થગિત કરવાની જાહેરાત કરી છે.

રદ નહીં પરંતુ મોકૂફ

બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે 5 માર્ચ (ગુરુવાર) અને 6 માર્ચ (શુક્રવાર)ની પરીક્ષાઓ હાલ માટે રદ નહીં પરંતુ માત્ર મોકૂફ રાખવામાં આવી છે. નવી તારીખો અંગેની જાહેરાત પરિસ્થિતિ સામાન્ય થયા બાદ કરવામાં આવશે.

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે હવાઈ મુસાફરી, સુરક્ષા વ્યવસ્થા અને સ્થાનિક પરિસ્થિતિઓ પર અસર પડી રહી છે. આવા સમયમાં વિદ્યાર્થીઓને અનિશ્ચિતતા અને જોખમમાં મુકવા કરતાં બોર્ડે સાવચેત પગલું ભર્યું છે.

નવી તારીખો જાહેર કરવામાં આવશે

CBSEએ વિદ્યાર્થીઓ અને માતા-પિતાને ઓફિશિયલ વેબસાઈટ અને સ્કૂલ દ્વારા આપવામાં આવતી માહિતી પર નજર રાખવા સૂચના આપી છે. બોર્ડે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પરિસ્થિતિ સ્થિર થતા જ નવી તારીખો જાહેર કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને પૂરતો સમય આપવામાં આવશે.

Image Gallery