Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે કરી લો આ ઉપાય, આખુ વર્ષ તિજોરી ખાલી નહી થાય
આ વર્ષે આ પર્વ 19 માર્ચ 2026થી શરૂ થશે અને નવ દિવસ સુધી ઉજવાશે. ધાર્મિક માન્યતા અનુસાર જો કોઈ વ્યક્તિ પૂરા નવ દિવસ ઉપવાસ ન રાખી શકે તો પણ પ્રથમ અને છેલ્લો દિવસનો ઉપવાસ રાખીને મા દુર્ગાના આશીર્વાદ મેળવી શકાય છે.
નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપો – શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાળરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. આ બધા સ્વરૂપો અલગ-અલગ શક્તિ અને ગુણોના પ્રતિક માનવામાં આવે છે. આ નવ દિવસ દરમિયાન કેટલાક સરળ ઉપાય કરવાથી જીવનમાં સુખ-સમૃદ્ધિ અને સકારાત્મકતા વધે છે. ચાલો જાણીએ તે ઉપાયો વિશે.
1. મુખ્ય દરવાજા પર શુભ ચિહ્ન
ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક બનાવવું ખૂબ શુભ માનવામાં આવે છે. આ માત્ર સજાવટ નથી, પરંતુ સૌભાગ્ય, સમૃદ્ધિ અને સુરક્ષાનું પ્રતિક છે. એવું માનવામાં આવે છે કે સ્વસ્તિક બનાવવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા પ્રવેશતી નથી અને પરિવારની પ્રગતિ અને સફળતાના માર્ગ ખુલ્લા થાય છે. પ્રાચીન વૈદિક ગ્રંથોમાં સ્વસ્તિકને શુભતા અને જીવન ઊર્જાનું પ્રતિક માનવામાં આવ્યું છે.
2. આંબાના પાનનું તોરણ
દરવાજા પર તાજા આંબાના પાનનું તોરણ બાંધવું પણ ખૂબ શુભ માનવામાં આવે છે. આ ઘરનું વાતાવરણ શુદ્ધ અને પવિત્ર બનાવે છે અને દેવીને ઘર તરફ આમંત્રિત કરે છે. આંબાના પાન લગાવવાથી પરિવારમા સુખ, સમૃદ્ધિ અને સ્નેહ વધે છે. માન્યતા મુજબ આંબાના પાનમાં દેવીનો વાસ માનવામાં આવે છે, તેથી તે ઘરને ભક્તિમય અને આનંદમય બનાવે છે.
3. જળ ભરેલો કળશ
ઘરના મુખ્ય દરવાજાના જમણા તરફ પાણીથી ભરેલો કળશ રાખવો શુભ માનવામાં આવે છે. હંમેશા નવો કળશ ઉપયોગમાં લેવો જોઈએ. આ ઉપાય ઘરમાં શાંતિ અને સુખ-સમૃદ્ધિ વધારવામાં મદદરૂપ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ જળ ભરેલ કળશ રાખવાથી ખાસ કરીને શુક્ર અને ચંદ્ર ગ્રહ મજબૂત બને છે, જેના કારણે માનસિક શાંતિ અને સંપત્તિ બંનેમાં વૃદ્ધિ થાય છે.
Live