Loading...

OTT પર આવી ગઇ છે Sunny Deol ની Border 2, આ પ્લેટફોર્મ પર ઘરે બેસી જુઓ સુપરહિટ ફિલ્મ

Border 2 on OTT: 2026 ની પહેલી સુપરહિટ ફિલ્મ, 'બૉર્ડર 2', OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ગઈ છે. ચાહકો ઘણા સમયથી સની દેઓલની આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. ચાલો તમને જણાવીએ કે તમે તેને OTT પ્લેટફોર્મ પર ક્યાં જોઈ શકો છો.

'બૉર્ડર 2' નું બોક્સ ઓફિસ કલેક્શન 
3 કલાક અને 21 મિનિટની ફિલ્મ 'બોર્ડર 2' નું બજેટ ₹175 કરોડ છે.
ભારતમાં ફિલ્મનું ચોખ્ખું કલેક્શન ₹329.42 કરોડ છે.
વિશ્વભરમાં 'બોર્ડર 2' એ ₹450.18 કરોડની કમાણી કરી છે.

OTT પર 'બૉર્ડર 2' ક્યાં જોવી?
તમે 'બોર્ડર 2' OTT પ્લેટફોર્મ Netflix પર જોઈ શકો છો. આ ફિલ્મ 20 માર્ચથી Netflix પર સ્ટ્રીમ થઈ રહી છે.

ગુરુવારે કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ, 'બોર્ડર 2' શુક્રવાર, 20 માર્ચ, 2026ના રોજ વિશ્વના લોકપ્રિય OTT પ્લેટફોર્મ Netflix (નેટફ્લિક્સ) પર રિલીઝ થશે. જે દર્શકો સિનેમાઘરોમાં આ ફિલ્મ જોવાનું ચૂકી ગયા છે અથવા જેઓ ફરી એકવાર દેશભક્તિના આ માહોલને માણવા માંગે છે, તેઓ હવે ગમે ત્યારે નેટફ્લિક્સ પર આ ફિલ્મ જોઈ શકશે. નોંધનીય છે કે ફિલ્મ 23 જાન્યુઆરીએ થિયેટરોમાં રિલીઝ થઈ હતી અને બે મહિનાની અંદર જ તે ડિજિટલ પ્લેટફોર્મ પર આવી રહી છે.

1997ની ક્લાસિક ફિલ્મ 'બોર્ડર' ની આ સિક્વલનું નિર્દેશન અનુરાગ સિંહ દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં સની દેઓલ ફરી એકવાર શક્તિશાળી અંદાજમાં જોવા મળે છે. તેમની સાથે આ વખતે નવી પેઢીના કલાકારો જેવા કે વરુણ ધવન, અહાન શેટ્ટી અને દિલજીત દોસાંઝ પણ મુખ્ય ભૂમિકામાં છે. કલાકારોની આ મજબૂત ટુકડી અને ભાવનાત્મક વાર્તાએ પ્રેક્ષકોના દિલ જીતવામાં સફળતા મેળવી છે. 'ગદર 2' ની ઐતિહાસિક સફળતા બાદ સની દેઓલનો ક્રેઝ યથાવત રહ્યો છે. 'બોર્ડર 2' એ બોક્સ ઓફિસ પર કમાણીના નવા વિક્રમો સ્થાપ્યા છે:

Image Gallery