Loading...

ઈરાન સાથેના સંઘર્ષ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પને આ મિત્ર દેશે આપ્યો મોટો ઝટકો, હથિયાર આપવાની ચોખ્ખી ના પાડી

Iran Israel-US War: મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) માં ચાલી રહેલા યુદ્ધની વચ્ચે સ્વિટ્ઝરલેન્ડએ અમેરિકાને હથિયારોની નિકાસ પર રોક લગાવી દીધી છે. સ્વિટ્ઝરલેન્ડએ રાજકીય મતભેદોમાં નિષ્પક્ષ રહેવાનો હવાલો આપતા કહ્યું કે, તેઓ હથિયારોની નિકાસને ત્યાં સુધી મંજૂરી નહીં આપે જ્યાં સુધી પશ્ચિમ એશિયામાં યુદ્ધ ચાલુ રહેશે. આ કાર્યવાહીથી અમેરિકાને થતો હથિયારોનો પુરવઠો પ્રભાવિત થઈ શકે છે. સ્વિટ્ઝરલેન્ડએ અગાઉ પણ પોતાની તટસ્થતાના કારણે ઈરાક યુદ્ધ દરમિયાન અમેરિકાને હથિયારોની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો.

સ્વિટ્ઝરલેન્ડ સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'ઈરાન સાથેના યુદ્ધમાં સામેલ દેશોને જંગ દરમિયાન હથિયાર નિકાસ માટેનું લાયસન્સ આપી શકાય નહીં. અમેરિકાને પણ હાલમાં યુદ્ધમાં ઉપયોગમાં લેવાતા હથિયારોની નિકાસ માટે મંજૂરી આપી શકાય તેમ નથી. વર્ષ 2003માં અમેરિકાના નેતૃત્વમાં ઇરાક પર થયેલા હુમલા બાદ, સ્વિટ્ઝરલેન્ડએ સ્વિસ હવાઈ ક્ષેત્રમાંથી પસાર થતી ફ્લાઈટ્સ અને યુદ્ધમાં સામેલ દેશોને હથિયારોની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. બાદમાં તેણે આ પ્રતિબંધો હટાવી લીધા હતા.

સ્વિટ્ઝરલેન્ડ સરકારે શુક્રવારે (20 માર્ચ 2026) જણાવ્યું હતું કે, 28 ફેબ્રુઆરીના રોજ ઈરાન પર ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા કરવામાં આવેલા હુમલા બાદથી યુએસ (US) ને હથિયારોની નિકાસ માટે કોઈ નવું લાયસન્સ આપવામાં આવ્યું નથી. સરકારે ઉમેર્યું કે ડિફેન્સ સેક્ટર સાથે જોડાયેલા નિષ્ણાતોનું જૂથ અમેરિકાને હથિયાર નિકાસ સંબંધિત ઘટનાક્રમોની સમીક્ષા કરશે. સાથે જ એ બાબતનું પણ મૂલ્યાંકન કરવામાં આવશે કે તટસ્થતા કાયદા (Law of Neutrality) હેઠળ કોઈ પગલાં લેવાની જરૂર છે કે નહીં.

સ્વિટ્ઝરલેન્ડના આ નિર્ણયની અસર અમેરિકા પર પડતી દેખાઈ પણ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ મીડિયા સામે ભલે એવું કહી રહ્યા હોય કે તેઓ ઈરાનમાં સેનાને નહીં ઉતારે, પરંતુ 2,200 મરીન સૈનિકો સાથે યુએસએસ ત્રિપોલી (USS Tripoli) વોરશિપનું મધ્ય પૂર્વ (મિડલ ઈસ્ટ) તરફ આગળ વધવું કંઈક બીજો જ ઈશારો કરી રહ્યું છે.

હોર્મુઝ સ્ટ્રેટના મુદ્દા પર પણ, ઘણા સાથી દેશોએ ટ્રમ્પને ઝટકો આપ્યો છે

અમેરિકા અને ઇઝરાયલ વચ્ચેના સંઘર્ષ વચ્ચે, ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધો છે - જે વૈશ્વિક તેલ પુરવઠા માટે એક મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. આ સ્ટ્રેટ બંધ થવાથી વિશ્વભરમાં તેલ પુરવઠો ખોરવાઈ ગયો છે, કારણ કે મધ્ય પૂર્વીય દેશો મુખ્યત્વે આ ચેનલ દ્વારા તેમના તેલની નિકાસ કરે છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી પુરવઠાની અછત સર્જાઈ છે, જેના કારણે તેલ અને ગેસના ભાવ આસમાને પહોંચી ગયા છે. વિશ્વના લગભગ 20% તેલ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા પરિવહન થાય છે.

Image Gallery