Loading...

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની મોટી ભેટ, ફિક્સ્ડ ડિપોઝિટ રેટમાં 25 બેસિસ પોઈન્ટનો વધારો

SBI FD rates hiked: દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક, SBI (સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા) એ તેના ગ્રાહકોને એક મહત્વપૂર્ણ ભેટ આપી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ ₹3 કરોડથી વધુની બલ્ક ડિપોઝિટ પરના દરોમાં 25 બેસિસ પોઈન્ટ (bps) નો વધારો કર્યો છે. નવા દર 15 માર્ચ, 2026 થી અમલમાં આવશે. આ મર્યાદાથી નીચેની ડિપોઝિટ માટેના દર યથાવત રહેશે.

બેંકે કયા સમયગાળા માટે FD વ્યાજ દરમાં વધારો કર્યો છે?
ફિક્સ્ડ ડિપોઝિટ દરમાં આ 25 બેસિસ પોઇન્ટનો વધારો સિલેકડેટ  સમયગાળા સુધી મર્યાદિત છે. 46 દિવસથી 179 દિવસની વચ્ચે પાકતી બલ્ક ડિપોઝિટ માટે વ્યાજ દર 5.10% થી વધારીને 5.35% કરવામાં આવ્યો છે. 180 દિવસથી એક વર્ષથી ઓછી મુદત ધરાવતી ડિપોોઝિટ માટે દર 5.60% થી વધારીને 5.85% કરવામાં આવ્યો છે. એક વર્ષથી બે વર્ષથી ઓછી મુદત ધરાવતી ડિપોઝિટ  માટે દર 6.25% થી વધારીને 6.50% કરવામાં આવ્યો છે.

વરિષ્ઠ નાગરિકોને લાભ
વરિષ્ઠ નાગરિકોને વધુ વળતર મળતું રહેશે. 46 થી 179  દિવસની મુદત માટે તેમના માટે દર 5.6૦% થી વધારીને 5.85% કરવામાં આવ્યા છે. 180 દિવસથી એક વર્ષથી ઓછી મુદતની પાકતી ડિપોઝિટ હવે 6.35% વળતર આપશે, જે અગાઉ 6.10% હતું. એક વર્ષથી બે વર્ષથી ઓછી મુદતની મુદત માટે, સુધારેલ દર 7% છે, જે અગાઉ 6.75% હતો.

બલ્ક ડિપોઝિટ સમય પહેલા ઉપાડવાથી પેનલ્ટી
આ નવા દરો બધી નવી ડિપોઝિટ તેમજ પાકતી મુદત પર હાલની ડિપોઝિટના નવીકરણ પર લાગુ થશે. બેંકના જણાવ્યા અનુસાર, રિટેલ અને બલ્ક ટર્મ ડિપોઝિટ બંને સાથે સંકળાયેલા અન્ય નિયમો અને શરતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.જે રોકાણકારો સમય પહેલા વિથડ્રો કરે છે તો પેનલ્ટીના  પાત્ર રહેશે. SBI એ તમામ મુદત માટે બલ્ક ડિપોઝિટ પર 1% પેનલ્ટી  યથાવત રાખ્યો છે. આનો અર્થ એ છે કે, અકાળ ઉપાડ માટે લાગુ વ્યાજ દર 1% ઘટાડવામાં આવશે.

Image Gallery