Loading...

આજથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી, 2.96 લાખથી વધુ ખેડૂતોને થશે લાભ

આજથી રાજ્યમાં ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થશે. ગુજરાતના ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા ઉમદા હેતુ સાથે રાજ્ય સરકાર આજથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા શરૂ કરશે. મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર દ્વારા ખરીદી માટેનું તમામ આગોતરું આયોજન પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. 

કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીના જણાવ્યા અનુસાર,રાજ્યભરમાં ખેડૂતોની સુવિધા માટે પૂરતા પ્રમાણમાં ખરીદ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. ખેડૂતોએ કરાવેલી નોંધણી, વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને લઈને ચણાની ખરીદી માટે 165 તથા રાયડાની ખરીદી માટે 60 ખરીદ કેન્દ્રો કાર્યરત કરવામાં આવશે. ચણા અને રાયડાના ટેકાના ભાવે વેચાણ માટે ચાલુ વર્ષે પુષ્કળ સંખ્યામાં ખેડૂતોએ નોંધણી કરાવી છે. ચણા માટે 2.59 લાખથી વધુ તેમજ રાયડા માટે 37 હજારથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી પૂરતી માત્રામાં જથ્થાની ખરીદી કરવામાં આવશે. નોંધણી કરાવેલા સાચા ખેડૂત પાસેથી જ ખરીદી થાય તે સુનિશ્ચિત કરવા માટે સૌપ્રથમવાર આધાર ઇનેબલ્ડ બાયોમેટ્રીક અથવા ફેસ ઓથેન્ટીકેશન પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે. જો કોઈ ખેડૂત અનિવાર્ય સંજોગોમાં કેન્દ્ર પર હાજર ન રહી શકે તો તેમના દ્વારા નિયુક્ત કરવામાં આવેલ નોમીની પણ વેચાણ પ્રક્રિયા પૂર્ણ કરી શકશે.

તેમણે કહ્યું હતું કે, રાજ્યભરમાં ખેડૂતોની સુવિધા માટે પૂરતા પ્રમાણમાં ખરીદ કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે. ખેડૂતોએ કરાવેલી નોંધણી, વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને લઈને ચણાની ખરીદી માટે 165  તથા રાયડાની ખરીદી માટે 60 ખરીદ કેન્દ્રો કાર્યરત કરવામાં આવશે. ચણા અને રાયડાના ટેકાના ભાવે વેચાણ માટે ચાલુ વર્ષે પુષ્કળ સંખ્યામાં ખેડૂતોએ નોંધણી કરાવી છે. ચણા માટે 2.59 લાખથી વધુ તેમજ રાયડા માટે 37,000થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી પૂરતી માત્રામાં જથ્થાની ખરીદી કરવામાં આવશે.

ખરીદી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને ખેડૂતોને હાલાકી ન પડે તે માટે આ વર્ષે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લેવાયા છે. નોંધણી કરાવેલ સાચા ખેડૂત પાસેથી જ ખરીદી થાય તે સુનિશ્ચિત કરવા માટે સૌપ્રથમવાર આધાર ઇનેબલ્ડ બાયોમેટ્રીક અથવા ફેસ ઓથેન્ટીકેશન પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે. જો કોઈ ખેડૂત અનિવાર્ય સંજોગોમાં કેન્દ્ર પર હાજર ન રહી શકે તો તેમના દ્વારા નિયુક્ત કરવામાં આવેલ નોમીની પણ વેચાણ પ્રક્રિયા પૂર્ણ કરી શકશે.

Image Gallery