Loading...

મુંબઈનો બોસ ભાજપ, ઠાકરે બ્રધર્સનો ખેલ ખતમ!:29માંથી 23 કોર્પોરેશનમાં ભાજપ+ આગળ, મુંબઈ-નાગપુર-પુણેમાં મોટી લીડ

મહારાષ્ટ્રની મ્યુનિસિપલ ચૂંટણીઓમાં ભાજપ ગઠબંધન પ્રચંડ વિજય તરફ આગળ વધી રહ્યો છે. વલણો દર્શાવે છે કે ભાજપ ગઠબંધન 29 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાંથી 24 પર આગળ છે. દેશની સૌથી અમીર મ્યુનિસિપલ સંસ્થા, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)નાં પરિણામો પર માત્ર મહારાષ્ટ્ર જ નહીંસ પરંતુ સમગ્ર દેશની નજર છે.

મુંબઈના બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)માં ભાજપ+શિવસેના (શિંદે) ગઠબંધન 227માંથી 118 બેઠક પર આગળ છે.

ભાજપ ગઠબંધન નાગપુર, પુણે, થાણે, નવી મુંબઈ, પિંપરી ચિંચવડ અને નાસિકમાં પણ આગળ છે. કોંગ્રેસે લાતુરમાં 70માંથી 43 બેઠક જીતીને જીત મેળવી છે.

ચંદ્રપુરમાં પણ કોંગ્રેસ આગળ છે. પરભણી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિવસેના (ઉદ્ધવ ઠાકરે) આગળ છે. વસઈ-વિરારમાં બહુજન વિકાસ આઘાડી (VBA) અને માલેગાંવમાં શિવસેના (શિંદે) આગળ ચાલી રહી છે.

શુક્રવારે સવારે 10 વાગ્યે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ હતી. રાજ્યમાં મ્યુનિસિપલ ચૂંટણી માટે મતદાન 15 જાન્યુઆરીએ થયું હતું.

893 વોર્ડમાં કુલ 15,931 ઉમેદવાર મેદાનમાં છે. કુલ 2,869 મ્યુનિસિપલ કોર્પોરેશન બેઠકો છે, જેમાંથી 68 ઉમેદવારો બિનહરીફ જીત્યા છે.

Image Gallery