અમદાવાદને કોમનવેલ્થ પહેલા કાચ જેવું ચકાચક કરાશે:નહેરુનગરથી ઇસ્કોન સુધી 4 કિમીનો એલિવેટેડ કોરિડોર, બ્રેક વિના સડસડાટ નીકળી જશો, AMCનું રુ.17,018 કરોડનું ડ્રાફ્ટ બજેટ
રાજ્યમાં મહાનગરપાલિકાઓની અને સ્થાનિક સ્વરાજ્યની ચાલુ વર્ષે ચૂંટણી યોજાવાની છે, ત્યારે સૌથી મોટી મહાનગરપાલિકા એવી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2026- 27નું ડ્રાફ્ટ બજેટ આજે (4 ફેબ્રુઆરી)મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા રજૂ કરવામાં આવ્યું છે.
આ બજેટ રૂ. 17018 કરોડનું છે. ચાલુ વર્ષે બજેટમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં માટે 6 સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને 5 મિનિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવામાં આવશે. બોપલ રીંગરોડથી ઘુમા સુધી અને નહેરુનગરથી શિવરંજની થઈ સેટેલાઈટ રામદેવનગરથી ઇસ્કોન સુધી એલિવેટેડ કોરીડોર બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. પાંચ રેલવે ઓવરબ્રિજ અને ત્રણ ફ્લાય ઓવરબ્રિજ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
ચાલુ વર્ષે કરવેરામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. દર વર્ષે ટેક્સમાં બે ટકા ટેકસમાં વધારો કરવા અંગેની જોગવાઈ બે વર્ષ પહેલાના બજેટમાં થઈ ચૂકી હતી જેથી હવે દર વર્ષે ટેક્સમાં વધારો કરવાની કોઈ જાહેરાત કરવામાં આવતી નથી. ઓટોમેટીક બે ટકા ટેક્સમાં વધારો થઈ જાય છે.
અમદાવાદને ચકાચક કરવા શું શું કરાશે?
- 1000 કરોડના ખર્ચે બે એલિવેટેડ કોરિડોર બનશે. નેહરુનગરથી ઈસ્કોન તથા બોપલ રીંગ રોડથી ઘુમા સુધી કોરિડોર બનશે.
- 700 કરોડના ખર્ચે 200 કિમીના રોડ બનશે. જે યુટિલિટી માટે ડક્ટ લાઈન સાથે ડસ્ટ ફ્રી હશે.
- 46 કરોડના ખર્ચે 16 નવા બગીચા બનશે તથા 26 બગીચાનું નવીનીકરણ થશે
- 31 કરોડના ખર્ચે 24 લેક ગાર્ડનનું ડેવલપમેન્ટ કરાશે
- એસજી હાઈવેનું 600 કરોડ રૂપિયા ખર્ચે આઈકોનિક ડેવલપમેન્ટ થશે
- શહેરના 8 રસ્તાને 250 કરોડના ખર્ચે આઈકોનિક રોડ બનાવાશે
- શહેરના 13 રસ્તાને 250 કરોડના ખર્ચે મોડેલ રોડ બનાવાશે
- રીંગરોડ પર 980 કરોડના ખર્ચે 4 મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનશે
- આઉટર રીંગ રોડ પર 630 કરોડના ખર્ચે બસ પોર્ટ બનશે
- સિટી એન્ટ્રી ગેટ માટે 50 કરોડ રૂપિયા
- સિંધુ ભવન રોડ પર સિટી સ્કવેર માટે 692 કરોડ રૂપિયા
- નાના ચીલોડાથી સનાથલ સુધી 660 કરોડના ખર્ચે 26.6 કિમીનો નોર્થ સાઉથ કોરીડોર બનશે
- 775 કરોડ રૂપિયાના ખર્ચે 5 રેલવે ઓવર બ્રીજ બનશે
- 225 કરોડ રૂપિયાના ખર્ચે 3 ફ્લાયઓવર બનશે
- 272 કરોડ રૂપિયાના ખર્ચે સુભાષબ્રિજના નવીનીકરણ થશે.
- શહેરને વાયર ફ્રી બનાવવા માટે 100 કરોડ ખર્ચાશે. અન્ડરગ્રાઉન્ડ યુટિલિટી ડક્ટ નખાશે.
- 100 કરોડના ખર્ચે AIથી ચાલતી સ્માર્ટ સ્ટ્રીટ લાઈટિંગ સિસ્ટમ નખાશે
- 26 સ્મશાનગૃહમાં 5 કરોડના ખર્ચે એર પ્યુરીફિકેશન સિસ્ટમ (ચીમની) લગાવાશે
- 899 કરોડના ખર્તે એડેપ્ટીવ ટ્રાફિક કન્ટ્રોલ સિસ્ટમ
- રોડ માર્કિંગ, રોડ સાઈનેજીસ અને સાઈન બોર્ડ માટે 36 કરોડ રૂપિયા
- 100 ટ્રાફિક જંક્શનની ડિઝાઈન માટે 10 કરોડ રૂપિયા
- 30 નવા ટ્રાફિક જંક્શન બનાવવા માટે 7.50 કરોડ રૂપિયા
-
ચાલુ વર્ષે બજેટમાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા મહિલાઓ માટે નવા 25 જેટલા પિંક ટોઇલેટની જાહેરાત કરવામાં આવી છે. પશ્ચિમ વિસ્તારમાં 11 અને પૂર્વ વિસ્તારમાં 14 જેટલા પિંક ટોયલેટ બનાવવામાં આવશે. જોધપુર વિસ્તારમાં મહિલા જીમની પણ જાહેરાત કરવામાં આવી છે. 5 ઘોડિયા ઘર બનાવવામાં આવશે. બાળકો માટે 50 માર્ક્સ અને નવી 100 આંગણવાડી પણ બનાવવામાં આવનાર છે.
અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી તરીકેની ઓળખ ધરાવે છે ત્યારે હેરિટેજ માટે રૂ.49 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું છે. હેરિટેજ પોળ અને ગેટ રીસ્ટોરેશન માટે 15 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. ખાડિયા વોર્ડમાં આવતી સાંકડી શેરીને 10 કરોડ રૂપિયાના ખર્ચે ડેવલોપમેન્ટ કરવામાં આવશે. સર્વ વિસ્તારમાં દાદા હરિની વાવ અને માત્ર ભવાનીની વાવની આસપાસના વિસ્તારને પણ 10 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે. 4.50 કરોડના ખર્ચે પ્રેમ દરવાજાને દરીયાપુર દરવાજા વિસ્તારમાં પ્રીસીન્ટ અને જંકશન ડેવલોપમેન્ટ કરાશે. ખાન જહાન અને ચાંદ શહીદ ફોર્ટ વોલગેટનું 2.50 કરોડ પણ રીસ્ટોરેશન થશે.
-
નવા આયોજનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ- 4 (કુલ 315 એમ.એલ.ડી.)
પશ્ચિમ ઝોનમાં મોટેરા ખાતે 50 એમ.એલ.ડી. એસ.ટી.પી.
રામોલ-હાથીજણ વોર્ડમાં 250 એમ.એલ.ડી. એસ.ટી.પી.
ઉત્તર પશ્ચિમ ઝોનના ઘુમા તળાવ ખાતે 10 એમ.એલ.ડી. મીની એસ.ટી.પી.
દક્ષિણ પશ્ચિમ ઝોનના ઓકાફ તળાવ ખાતે 05 એમ.એલ.ડી. મીની એસ.ટી.પી.
પે એન્ડ યુઝ અમરાઈવાડી વોર્ડમાં ધનજીભાઈની વાલી નિકોલ-કઠવાડા વોર્ડમાં કઠવાડામાં સી.એલ. સ્કુલ પાસે નિકોલ વોર્ડમાં શ્રીજી ગર્ડન - ખોડીયાર મંદિર સામે ગોમતીપુર વોર્ડમાં સોનીની ચાલી સરસપુર વોર્ડમાં ગણેશકુંભારની ચાલી પાસે તથા સત્યમ પે એન્ડ યુઝ સરદારનગર વોર્ડમાં સુભાષનગર પાસે કુબેરનગર વોર્ડમાં સાબરમતી બજાર નરોડા વોર્ડમાં નરોડા બેઠક નરોડા રોડ, નરોડા સ્મશાન ચોકડી-દહેગામ રોડ, માછલી સર્કલ પાસે રોહિતવાસ સૈજપુર વોર્ડમાં સુહાના ચાર રસ્તા પાસે ઈન્ડિયા કોલોની વોર્ડમાં ચામુંડા બ્રીજ પાસે તથા નરોડા ફુટ માર્કેટ પાસે જોધપુર વોર્ડમાં આનંદનગર જોધપુર વોર્ડમાં શિવરંજની જોધપુર કેન યુગ ચાર રસ્તા વેજલપુર જીવરાજ પોલીસ ચોકી સરખેજ વોર્ડમાં સરખેજ શંકરપુરા ચાંદખેડા વોર્ડમાં બગલાવાડી પે એન્ડ યુઝ વિસત માતા રોડ પે એન્ડ યુઝ
નવા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ચાંદલોડીયા ઘુમા વિસ્તાર સૈજપુર બોઘા નરોડા
અપગ્રેડેશન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર સાબરમતી રખિયાલ માધુપુરા નવું બોડકદેવ અર્બન હેલ્થ સેન્ટર
સ્માર્ટ પાર્કિંગ - સોબો સેન્ટર, બોપલ - ઝાયડસ હેબતપુર રોડ - સીજી રોડ, યુનિ. રોડ, મીઠાખળીથી લો ગાર્ડન રોડ આઉટર રીંગ રોડ બસ પોર્ટ - બાકરોલ - અમિયાપુર - જેતલપુર - કણભા - કુહા
નવી સ્કૂલો - ચાંદલોડિયા ટીપી 45 અને 28 - થલતેજ ટીપી 37 - જોધપુર - વેજલપુર - સરખેજ - રાણીપ - સાબરમતી - ચાંદખેડા - નારણપુરા - વાસણા - રાણીપ ટીપી 66 - લાંભા- નારોલ - લાંભા - વટવા - લાંભા - રામોલ - હાથીજણ - નિકોલ - વસ્ત્રાલ - વટવા બાપા સીતારામ ચોક - ભાઇપુરા ધીરજ હાઉસિંગ - નરોડા હંસપુરા - નવા નરોડા
વેજિટેબલ માર્કેટ - ગોતા - નવરંગપુરા - ન્યૂ મણીનગર - નરોડા - મુઠીયા - નાનચિલોડા
નવા કડિયા નાકા - જોધપુર - સુખરામનગર - ઠક્કરનગર બાવળિયા મંદિર પાસે - ઇસનપુર તળાવ પાસે
નવા શેલ્ટર હોમ - નરોડા - ગોતા - નવાવાડજ - પાલડી એલિસબ્રીજ - કાંકરીયા કંટોડીયા વાસ
નવા કોમ્યુનિટી હોલ - લાંભા - ભાડજ - બાપુનગર - નવરંગપુરા - નરોડા - ખાડિયા - દરિયાપુર - શાહીબાગ - વસ્ત્રાલ
નવા ઓડિટોરીયમ - વાસણા - ચાંદખેડા - થલતેજ - ઠકકરબાપાનગર
પાર્ટી પ્લોટ - બોપલ - ઘુમા - ચાંદલોડિયા - રાણીપ - ચાંદખેડા - વસ્ત્રાલ - મણિનગર - સરદારનગર