Loading...

રાજકોટમાં 120 કિલોથી વધુ ચાંદીની ચોરી:રાતના સમયે વેપારીના ઘરમાં તસ્કરો ઘૂસ્યા, પો.કમિશનરથી લઈને ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ તપાસમાં જોડાયા

રાજકોટના ચંપકનગરમાં આજે એક મોટી ચોરીની ઘટના સામે આવી છે. અતુલભાઈ પટેલ નામના વેપારીના પરિચિત બિપિનભાઈના ઘરમાં રાત્રીના સમયે તસ્કરોએ ઘૂસીને કરોડો રૂપિયાની ચાંદીની ચોરી કરી લીધી હતી. આ ઘટનાએ આખા વિસ્તારમાં ભય અને આક્રોશનો માહોલ સર્જ્યો છે.

ફોર વ્હીલમાં ત્રણ જેટલા તસ્કરોએ આવીને ચાંદીની ચોરી કરી મળતી વિગતો અનુસાર, તસ્કરોએ રાત્રીના અંધારાનો લાભ લઈને વેપારીના પરિચિતના ઘરમાં પ્રવેશ કર્યો હતો અને રાતના 2થી 2.30 વાગ્યા આસપાસ ફોર વ્હીલમાં ત્રણ જેટલા તસ્કરોએ આવીને 1 કરોડથી વધુની કિંમતના ચાંદીના દાગીના ચોરી કરી ગયાનું સામે આવ્યું છે. ચોરીની જાણ થતાં જ અતુલભાઈ પટેલે તાત્કાલિક ધારાસભ્ય ઉદય કાનગડને જાણ કરી હતી, જે બાદ પોલીસની ઉચ્ચ અધિકારીઓ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

120થી 125 કિલોગ્રામ ચાંદીની ચોરી થઈ ગઈ રાજકોટના ઝોન વન ડીસીપી હેતલ પટેલે ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ફરિયાદી અતુલ લિંબાભાઈ ગુસા, જેઓ લાંબા સમયથી ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેમના પરિચિત બિપિનભાઈના મકાનમાં (ચંપકનગર વિસ્તાર) રાખેલી આશરે 120થી 125 કિલોગ્રામ ચાંદીની ચોરી થઈ ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે આસપાસના વિસ્તારોમાં લગાવેલા CCTV કેમેરાની ફૂટેજ ચકાસવાનું શરૂ કર્યું છે અને ચોરોની ઓળખ તથા ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી

બી ડિવિઝન પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ સંયુક્ત રીતે તપાસમાં જોડાઈ આ કેસમાં ઇન્ચાર્જ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ, ડીસીપી ઝોન-વન, બી ડિવિઝન પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ સંયુક્ત રીતે તપાસમાં જોડાઈ છે. પોલીસે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી છે અને આસપાસના વિસ્તારોમાં CCTV ફૂટેજની તપાસ શરૂ કરી દીધી છે. પ્રાથમિક તપાસમાં ચોરીનું કારણ વેપારીના ચાંદીના વેપારને લગતું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.