Loading...

ગુજરાત બજેટ 2026-27: ગુજરાતમાં ઉદ્યોગોના વિકાસ માટે સરકારે તૈયાર કર્યો માસ્ટર પ્લાન, 5 પોઇન્ટમાં સમજો

Gujarat Budget 2026-27 : ગુજરાત વિધાનસભામાં નાણામંત્રી કનુ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવેલું બજેટ 2026-27 ઐતિહાસિક રહ્યું છે. આ બજેટમાં મુખ્યત્વે ભાવિ ટેકનોલોજી, રમતગમતનું આંતરમાળખું અને મધ્યમ વર્ગને સ્પર્શતી યોજનાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે.

જો કે ગુજરાત પોતાનાં ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ માટે જાણીતું છે. તેવામાં નવા સ્ટાર્ટઅપ્સ અને હાલમાં ચાલી રહેલા ઉદ્યોગોને વેગ આપવા માટે સરકાર દ્વારા પાંચ મહત્વપુર્ણ જાહેરાત કરવામાં આવી હતી. જાણો ઉદ્યોગો માટે કઇ પાંચ મહત્વપુર્ણ જાહેરાતો કરવામાં આવી અને તેના કારણે ઉદ્યોગો તથા ગુજરાતની ઇકોસિસ્ટમને શું ફાયદો થશે. 

(1) સ્ટાર્ટઅપ ક્રાંતિ: 

અમદાવાદના i-Hubનું હવે ચાર મોટા શહેરોમાં વિસ્તરણ; સુરત, વડોદરા, રાજકોટ અને મહેસાણામાં ખુલશે રીજનલ સેન્ટર.

 
 

(2) સ્માર્ટ GIDC: 

રાજ્યની 25 GIDCને ₹12500 કરોડના ખર્ચે 'સ્માર્ટ' બનાવાશે; 120 મિની GIDCનું પણ થશે નવીનીકરણ.